નીતિન પટેલનું મોટું નિવેદન, દારૂબંધી માટે અમારે આવું કરવું પડશે તો પણ અમે તૈયાર છીએ.

દારૂબંધી પર નીતિન પટેલનું મોટું નિવેદન
નીતિન પટેલે આ દરમિયાન રાજ્યમાં દારૂબંધી વિષે પણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધીને વેરેલું છે. દારૂબંધી માટે રાજ્ય મોટી આવક જતી કરવી પડે તો પણ અમે જતી કરવા તૈયાર છીએ. રાજ્યના ગૃહવિભાગ દારૂબંધીના નિયમોના ઉલ્લંઘન પ્રત્યે કડક વલણ અપનાવે છે.

તમને બધાને ખ્યાલ છે કે ગૃહ વિભાગની એક સિસ્ટમ છે કે, જે તે પોલીસ સ્ટેશનની હદમાંથી દારુ પકડાય તો, ત્યાંના પોલીસ ઇન્સ્પેકટરની બદલી કરી દેવામાં આવે છે. તેમને નિવેદન દરમિયાન ભાર આપીને કહ્યું હતું કે, સરકાર દારૂબંધી માટે ટેકસ આવક પણ જતી કરવા તૈયાર છે.

જાણો, ગુજરાતમાં દારૂ પીતા લોકો ના આંકડા ?
ચોમાસા સત્રમાં સામાજિક અધિકારી અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા રાજ્યમાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ પરેશાન કરી મૂકે એવા છે.આ ડેટા નારાયણ સ્વામી દ્વારા રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ પર આધારિત છે.આ ડેટા એન્ડ દ્વારા 2019માં નેશનલ ડ્રગ યુઝ સર્વે એકઠો કરવામાં આવ્યું હતું.

સુત્રો અનુસાર જાણવા મળે છે કે, જેમાં કાતો દેશ દારૂની હાટડીઓ ચાલતી હોય છે, અને કાંતો કોઈ બુટલેગર ખુલ્લેઆમ દાદાગીરી થી દારુ વેચતો હોય ત્યારે હજુ બે દિવસ પહેલા વડોદરાના કહેવાતા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ફક્ત નામ પુરતી જ છે. દારૂની હાટડીઓ ધમધમી રહી છે.

પોલીસ હપ્તા દરોડા નામે નાટક કરી બુટલેગરોને છાવરી જ રહી હોય તેવું લાગી રહ્યું છે. વડોદરાના સાવલી ગામે ખુલ્લેઆમ ધમધમતી દેશી દારૂની હાટડીઓ પર તંત્ર દ્વારા કોઈ કસર ન લેવાતા ગ્રામજનો એ જનતા રેડ કરી દારૂના વેપલા નો પર્દાફાશ કર્યો છે.

ગ્રામજનો આરોપ છે કે, ભૂપેન્દ્ર મણિલાલ ચુનારા નામના બુટલેગર ગામમાં દારૂની હાટડીઓ ચલાવે છે, અને આસપાસના ગામમાં દારૂના ધંધાઓ કાર વેચાણ પણ કરે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *