મહેસાણામાં નીતિન પટેલનો દબદબો યથાવત, ચૂંટણી પહેલા મહેસાણામાં કર્યું મોટું કામ..

મહેસાણા શહેરમાં થનારા રૂપિયા 5.36 કરોડનાં કામોમાં ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાને સૂચન કરાયું છે ખારી નદી ને ચોખ્ખી રાખવા તેમજ રિચાર્જ નું આયોજન કરાઇ રહ્યું છે. મહેસાણા શહેરમાં વરસાદી પાણીની નિકાલની લાઈન બગીચા સી.સી.રોડ અને સંરક્ષણ દિવાલ રૂપિયા 5.36 વિકાસકામોનું ખાતમુહૂર્ત રવિવારે મહેસાણા ના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરાયું હતું

આ પ્રસંગે મોઢેરા રોડ પર યોજાયેલા સમારોહમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં નામના થાય એવા મહેસાણામાં ક્રિકેટ ગ્રાઉન્ડને આખરી ઓપ અપાયો છે, યોગ રૂમ મહેસાણા-1 બનાવ્યું છે.

મહેસાણા-2 માં નવી ટીપી સ્કીમ પડે છે. તેમાં જમીન મળે તો હું પણ મોટું કામ કરવાનું વિચારી રહ્યા છીએ. 5-10 હજાર નો પ્લોટ નક્કી કરો.

ખારી નદી ને ચોખ્ખી રાખવાનું, પ્લાનિંગ રિચાર્જ નું આયોજન કરાઇ રહ્યું છે.તેમણે કહ્યું હતું કે, શહેરમાં વસ્તી વધી સોસાયટી ફ્લેટો થયા. પુલ સુધી બાંધકામો વિસ્તર્યા આ સ્થિતિમાં પાણી નિકાલ ક્યાં કરવો તે તકલીફ હતી, હવે હાઇવે બની રહ્યો છે.

જેમાં બંને સાઇડ મોટી ગટર લાઇન નંખાયા હોય અને ઝડપથી પાણી નિકાલ થઈ શકશે.

સોમનાથ ચોકડી થી માનવ આશ્રમ અને અવસર પાર્ટી પ્લોટ થી રાધે એક્સોટિકા સુધી ભરાતી વરસાદી પાણી ઓનલાઇન થી ખારી નદીમાં ઉતારવામાં આવશે.

યોગી સમાજના આગેવાનોએ રૂપિયા 48 લાખના ખર્ચે સ્મશાનની દિવાલ નું કામ શરૂ થતા નીતિનભાઈ નું અભિવાદન કર્યું હતું. કાર્યક્રમમાં પાલિકાના સફાઇ કામદારોને જાકીટ વિતરણ કરાયા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *