નવી સરકાર રચાયા બાદ ભાજપના બે દિગ્ગજ નેતાઓ વચ્ચેનો આંતરિક કકળાટ ચરમસીમાએ પહોંચ્યો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના સાંસદ વચ્ચે બોલાચાલી થઇ છે.છેલ્લા બે દિવસથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપના સાંસદ નારાણ કાછડીયા વચ્ચે બોલા ચાલી ચાલી રહી છે.
નીતિન પટેલ મથરા અને વિભીષણ વાળા નિવેદન પર ભાજપના નેતા અને સાંસદ નારણભાઇ કાછડીયા નિશાન તાકતા કહ્યું હતું કે, ગાંધીનગરમાં અમે આવીએ ત્યારે તો સામે પણ ન જોતા.
કામ કરવાની વાત તો પછી રહી.સાંસદ નારણભાઇ કાછડીયા નીતિન પટેલ નો વિરોધ કરવા માંડ્યા છે. તેમને કહ્યું છે કે, નીતિન પટેલ ને કારણે સૌની યોજના અટવાઈ પડી છે.
રૂપિયા 10 હજાર કરોડની યોજના આજે 18 હજાર કરોડે પહોંચી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજનાનો પાયો નાખ્યો હતો. ભાઈઓના સમયસર પૂર્ણ થવી જોઈએ હતી.
પરંતુ હજી સુધી કોઈ ઠેકાણા નથી.નીતિન પટેલને કહેવું કઈ છે અને કહે છે કંઇક અલગ જે કહેવું હોય તે સીધે સીધું કહી દેવું જોઈએ.
નીતિન પટેલે પણ સમજાવે કે, ભાજપમાં મંથરા આ કોણ છે, અને વિભીષણ કોણ છે.અમરેલીના સાંસદ ખુલીને જાહેરમાં નીતિન પટેલને ટાર્ગેટ કરી વિરોધ કરી રહ્યા છે.
શિસ્તબદ્ધ ગણાતા ભાજપ પક્ષમાં દિગ્ગજ નેતાઓ વચ્ચે બોલાચાલી જામી છે. ત્યારે શિસ્તના લીરેલીરા ઊડી રહ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!