વિજય રૂપાણીનું મોટું નિવેદન / ટિકિટ માટે 60 વર્ષની વય મર્યાદા નહીં, પરંતુ…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 150થી વધારે બેઠક પર સફળ થવા માટે ગુજરાત ભાજપ સંગઠનને તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિધાનસભાની ચૂંટણીમાં 60 વર્ષની વય મર્યાદા રાખવામાં આવી નથી. પણ ત્રણ ટર્મથી ચૂંટાયેલ કોઇ ઉમેદવારને ટિકીટ ન આપવાનો માપદંડ આપીને ભાજપ કોઇ મોટો ફેર પાડી શકે છે.
પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પોતાની ટીમમાં સૌથી વધારે યુવાનને સ્થાન આપ્યું છે. એટલે અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વધુ યુવાનો ને ટિકિટ આપી શકે એમ છે.
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આવ્યા બાદ પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પાર્ટી ફોર્મ્યુલા અનુસરશે ટિકિટ અપાઈ હતી. માટે પ્રચાર માટે પણ ચોક્કસ યોજનાઓ તૈયાર કરવામાં આવી હતી.
પછી ભાજપનો ભવ્ય વિજય થયો હતો. ચૂંટણી પરિણામને આધારે વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. આ રિપોર્ટના આધારે આગામી વિધાનસભાની ચૂંટણીની ફોર્મ્યુલા નક્કી થઈ રહી છે, સૌથી વધારે ચૂંટાયેલ ભાજપ ધારાસભ્યોમાં યોગેશ પટેલ, મધુ શ્રીવાસ્તવ નો સમાવેશ થાય છે.
ત્યારબાદ કનુભાઈ નાકરાણી, યોગેશભાઈ પટેલ, જેઠાભરવાડ, બાબુ જમના પટેલ, બાબુ બોખરીયા નો સમાવેશ થાય છે. હાલમાં નેતાઓ વચ્ચે ચર્ચા ચાલી રહી છે.
150થી વધારે બેઠકો સફળતા માટે પાર્ટીમાં પણ કામ કરી રહ્યા છે. આ ઉપરાંત છે ધારાસભ્યોનું પરફોમન્સ સારું રહેશે તેને અપવાદ ગણી ને ટિકિટ આપવી એવું પણ બની શકે છે.
ત્રણ ટર્મ વાળી રીતે લાગુ પડે તો ઘણા ધારાસભ્યોને ઘરે બેસવાનો વારો આવી શકે છે. જેમાં ઘણા સિનિયર નેતા નો સમાવેશ થાય છે. હાલ તો પાટિલે વડાપ્રધાન મોદી અને અમિત શાહના વિશ્વાસ જીતી લીધો હોવાનું મનાઈ રહ્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!