Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
હાર્દિક પટેલ અને શક્તિસિંહ ગોહિલની પ્રદેશ અધ્યક્ષ માટે "ના", તો હવે કોને સોપાશે ગુજરાત ની કમાન ! - GUJJUFAN

હાર્દિક પટેલ અને શક્તિસિંહ ગોહિલની પ્રદેશ અધ્યક્ષ માટે “ના”, તો હવે કોને સોપાશે ગુજરાત ની કમાન !

ગુજરાત કોંગ્રેસ ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને નેતા વિપક્ષ પરેશ ધાનાણી રાજીનામું આપ્યું છે ત્યારબાદ ગાંધીનગર મનપાની ચૂંટણીમાં પણ કોંગ્રેસની કારમી હારનો સામનો કરવો પડ્યો છે. મહામારીની બીજી રહે દરમિયાન ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવા નું નિધન થયું છે.

તાજેતરમાં વિધાનસભા 2022 ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના પ્રભારી તરીકે ડોક્ટર શર્મા ની નિમણૂક કરવામાં આવી છે. પરંતુ હજુ પણ પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષ નેતા અને કોઈનું સોંપવામાં આવ્યું નથી.

છેલ્લા કેટલાક સમયથી આ બંને પદ ખાલી પડયા છે. હવે વિધાનસભાની ચૂંટણી પહેલા આ પદ માટે કોની નિમણુક કરવી તેના પર ચર્ચા વિચારણા ચાલી રહી છે.

હાર્દિક પટેલનું નામ ચર્ચામાં હતું જો કે શક્તિસિંહ ગોહિલ અને હાર્દિક પટેલ પ્રદેશ પ્રમુખ પદે વીડ્રો કર્યું છે. આ પરિસ્થિતિ બાદ કોંગ્રેસ ઓબીસી અને પાટીદાર ફેક્ટરી પર ચૂંટણી લડવા માંગે છે.

પ્રદેશ અધ્યક્ષ ઓબીસી ચહેરા માટે જગદીશ ઠાકોર નું નામ ચર્ચામાં આવ્યું છે. મહત્વનું છે કે, જગદીશ ઠાકોર રાહુલ ગાંધીને ગુડબુકમાં નેતા છે.

અશોક ગહેલોત ગુજરાત કોંગ્રેસની વિશેષ જવાબદારી સોપવામાં આવશે દિવાળી બાદ કોંગ્રેસની ચિંતન શિબિર યોજાશે. ત્રણ દિવસ સુધી કોંગ્રેસની ચિંતન શિબિર જેવા કોઈ પણ ગુજરાતમાં કોંગ્રેસ રમી શકે છે.

જગદીશ ઠાકોર સાથે દીપક બાબરીયા નું નામ પણ ચર્ચામાં આવી રહ્યું છે. આગામી ત્રણ દિવસમાં આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત થઇ શકે, તેવા સુત્રો અનુસાર જાણવા મળ્યુ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *