હવે PM કિસાન સન્માન નીતિ યોજના માં આ ખેડૂતોને નહીં મળે પૈસા, જાણો.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં નવ મો હપ્તો આવવાનું શરૂ થઈ ગયો છે. પીએમ મોદીએ 10 દિવસ પહેલા પીએમ કિસાન યોજના નો નવો હપ્તો જાહેર કર્યો હતો.કેન્દ્ર સરકાર ખેડૂતોની પરિસ્થિતિમાં સુધારો લાવવા માટે આ યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ સરકાર નાના અને સીમાંત ખેડૂતો જેમની પાસે 2 હેકટર સુધી ખેતીલાયક જમીન છે.
તેમને વાર્ષિક 6 હજાર રૂપિયાની મદદ આપે છે, પરંતુ અમુક ખેડૂત એવા પણ છે કે, તેમને લઈને સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે, આ યોજનાનો લાભ કોને નહીં આપવામાં આવે. પીએમ ખેડુત યોજના ઓફિશિયલ વેબસાઇટ પર સરકારે તેને લઈને ગાઇડલાઇન જાહેર કરી છે.
દરેક સંસ્થાગત ભૂમિ ધારકોને નહીં મળે તેનો લાભ. બંધારણીય પદ ના ભૂતપૂર્વ અને વર્તમાન ધારકો ખેડૂતોને પણ પીએમ કિસાન યોજના નો લાભ મળશે નહીં.
પૂર્વ અને હાલના મંત્રીઓ, રાજ્ય મંત્રીઓ, લોકસભા રાજ્યસભા, રાજ્ય વિધાનસભા ઓ, રાજ્ય વિધાન પરિષદના પૂર્વ હાલના સદસ્યો, નગર નિગમના પૂર્વ અને હાલના મેયર જિલ્લા પંચાયતના પૂર્વ અને હાલના અધ્યક્ષ પણ આ યોજનાનો લાભ લઇ શકશે નહીં.
કેન્દ્રીય રાજ્ય સરકારના મંત્રીઓ, કાર્યાલયના વિભાગો અને સેવા નિવૃત્તિ અધિકારીઓ અને કર્મચારીઓ, રાજ્ય સાર્વજનિક કર્મચારી પણ આ યોજનાનો લાભ લઇ શકશે નહીં.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!