મહિનાના પહેલા જ દિવસે LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થયો ઘરખમ ઘટાડો, ગૃહિણીઓમાં ખુશીની લહેર

કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મોંઘવારી વચ્ચે સામાન્ય લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. આજથી કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 36 રૂપિયાનો ઘટાડો થયો છે. ઓગસ્ટ મહિનાના પ્રથમ દિવસે લોકોને સારા સમાચાર સામે મળ્યા છે. તમને જણાવી દઈએ કે આજથી દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર 2012.50 રૂપિયાને બદલે 1976.50 રૂપિયા મળશે.

જ્યારે કોલકત્તામાં તેની કિંમત 2132 અને બદલે 2095.50 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે મુંબઈમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર ખરીદવા પર 1936.50 રૂપિયા ચૂકવવા પડશે. ચેન્નઈમાં તેની કિંમત 2141 રૂપિયા થઈ ગઈ છે.

ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર પર 1053 રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય કોલકત્તામાં ઘરેલુ એલપીજી સિલિન્ડર ની કિંમત 1079 રૂપિયા છે. તો બીજી તરફ મુંબઈમાં ચેન્નાઈ માટે 1052 રૂપિયા ચૂકવવા પડશે.

આ પહેલા છ જુલાઈના રોજ ઘરેલુ એલપીજી ની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ઉર્જાના ભાવ ઉચાસ કરે હોવાને કારણે મે મહિના પછી એલપીજીના ભાવમાં સતત ત્રીજો વધારો હતો.

આ પછી દિલ્હીમાં સબસીડી વગરના 14.2 કિલો એલપીજી સિલિન્ડરની કિંમત હવે 1003 રૂપિયાથી વધીને 1,053 રૂપિયા થઈ ગઈ છે. આ પહેલા સાત મહિના રોજ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પહેલા 22 માર્ચે પણ પ્રતિ સિલિન્ડરના ભાવમાં આટલું જ વધારો કરવામાં આવ્યો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *