સમાચાર

ગુજરાતમાં દારૂબંધી મુદ્દે ભરતસિંહનું ચોંકાવનારું નિવેદન કર્યું કે, ભાજપના જ…

રાજકારણમાં નિવેદનબાજી નો દોર ચાલતો રહેતો હોય છે. જ્યારે કોઈ નેતા કરેલા નિવેદન બાદ રાજકારણમાં હલચલ આવી જતી હોય છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દારુબંધી ને લઈને કરેલાં નિવેદન બાદ, ગુજરાત કોંગ્રેસના નેતા નિવેદન પર સામે આવ્યું છે. જેને લઈને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ ભાજપ સરકારને આડે હાથે લીધા છે.

ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા જે ભરતસિંહ સોલંકીએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ નેતાઓના નાક હેઠે દારૂ વેચાય છે. દારૂના અડ્ડા માં ભાજપ કાર્યકર્તાઓ કમિશન ખાય છે.

બનાસકાંઠાના ખીમત ગામ માં કોંગ્રેસ નેતાએ દારૂબંધી પર નીતિન પટેલના નિવેદન પર જવાબ આપ્યો કે જેમાં ભરતસિંહ કહ્યું, સી.એમ રુપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને ભાજપના નેતાઓ બે મોઢાની વાત કરવા ટેવાયેલા છે.

ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધવાનું રૂપાણી એ જ કબૂલ્યું હતું, અને ભ્રષ્ટાચાર બાબતે નિતીન ભાઈ ને ખબર છે કે, એ પોતે જવાબદાર છે. ત્યારે રાજકારણમાં ભરતસિંહ આ નિવેદન બાદ ફરી હલચલ થઇ છે. એ મહત્વનું છે કે, થોડા સમય પહેલા દારૂબંધી માટે ટેક્સની આવક ગુમાવી પણ તૈયાર છે, એવું નીતિન પટેલે જણાવ્યું હતું.

નીતિન પટેલે કહ્યું હતું કે, આપણું ગુજરાત દારૂ બંધી ને ભરેલું છે દારૂબંધી માટે રાજ્ય મોટી આવક જતી કરવી પડે તો પણ અમે તૈયાર છીએ. રાજ્યના ગૃહવિભાગ દારૂબંધીના નિયમોના ઉલ્લંઘન પ્રત્યે કડક વલણ અપનાવે છે.

આપ સૌને ખ્યાલ છે કે, ગૃહ વિભાગની એક સિસ્ટમ છે કે, જે પોલીસ સ્ટેશન હદ માંથી દારૂ પકડાયો ત્યાં પોલીસ ઇન્સ્પેકટરની બદલી કરી દેવામાં આવે છે. તેમના નિવેદન દરમિયાન ભાર આપીને કહ્યું હતું કે, સરકાર દારૂબંધી માટે ટેકસની આવક પણ છતી કરવા તૈયાર છે.

એ મહત્વનું છે કે, નીતિન પટેલના આ નિવેદન બાદ રાજ્યપાલ ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં એક વાર દારૂની રેલમછેલ જોવા મળે છે. ત્યારે દારૂબંધી પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આપેલા નિવેદન પર ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ કહ્યું કે ગુજરાતમાં સહિષ્ણુતા અને ભાઈચારો છે, તેનું કારણ દારૂબંધી છે. રાજ્યપાલે નીતિન પટેલની દારૂબંધીની વાતને સમર્થન આપતા અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે ભરતસિંહ સોલંકી નીતિન પટેલના નિવેદન પર ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા. હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *