આ તારીખે પાટીદારોના મોટા માથાની થશે બેઠક, ભાજપ-કોંગ્રેસ અને આપની નજર, સરકારની ચિંતામાં વધારો

ગાંધીનગરમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ અને સરદાર પટેલ સેવાદળ દ્વારા આગામી 4 ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનામત વિષય સર્વે કરવા બાબતે તેમજ શહીદ પરિવારોને સભ્યોને સરકારી નોકરી આપવા માટે તેમજ પોલીસ ફરિયાદ પરત ખેંચવા માટે ચર્ચા વિચારણા કરવા ઉપરાંત આગળની રણનીતિ નક્કી કરવા માટે આ મહત્વની બેઠક યોજાવાની છે.

પાટીદારોને 10% EWS આપવામાં આવ્યું છે. પણ હજુ પાટીદારો OBS માં સમાવેશ કરવામાં આવે. તેવી માગણી કરી રહ્યા છે. ગાંધીનગરમાં મહત્ત્વની બેઠક અનેક વિષયો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે.

બિન અનામત વર્ગ ના નિયમ દ્વારા પડતી મુશ્કેલીઓની રજૂઆત કરાશે મહિલા અનામત બાબતે તેમજ ગામ તાલુકા અને જિલ્લા લેવલ સામાજિક સંગઠન મુદ્દે કરવા માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે.

પાટીદાર અનામત આંદોલન સમિતિ અને સરદાર પટેલ સેવાદળના ઉપક્રમે સોમવારે બપોરે 1 થી 5 વાગ્યા સુધી યોજનારા મિટિંગ માં દરેક રાજકીય પક્ષ સાથે જોડાયેલા આંદોલનકારીઓ પણ કાર્યક્રમમાં હાજર રહેશે. આ મિટિંગમાં આગળની રણનીતિ પણ નક્કી કરવામાં આવશે.

ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન બાદ પાટીદાર મુખ્યમંત્રી બનતા ગઈકાલે પાટીદાર સમાજના અગ્રણીઓ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની શુભેચ્છા મુલાકાતે ગયા હતા,

તેમાં સમાજ ઉપયોગી ચર્ચા થઈ હતી ગઈકાલે ગાંધીનગર સચિવાલય ખાતે નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં લેઉવા કડવા પાટીદાર અગ્રણીઓ ધાર્મિક સંસ્થાના અગ્રણીઓ શૈક્ષણિક સંસ્થાના અગ્રણીઓ વચ્ચે બેઠક થઇ હતી. અને મહત્વના મુદ્દા પર વાતચીત અને ચર્ચા થઈ હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *