મંગળવારે ગુજરાતને મળશે નવા CM, નીતિનભાઈ સહિત આ ચાર દિગ્ગજ નેતાના નામ યાદી માં..

ગુજરાતના મુખ્યમંત્રી પદેથી સીએમ વિજય રૂપાણી રાજીનામું આપી દીધું છે. આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજીનામું ધરી દેતા કમલમમાં બેઠકનો દોર ચાલુ છે. સૂત્રોના જણાવ્યા મુજબ મંગળવારે ભાજપના તમામ સભ્યોની બેઠક મ નક્કી કરાશે ભાજપના ધારાસભ્યોની બેઠક ના સર્વાનુમતે નવા નેતાની વરણી કરવામાં આવશે.

જે પછી રાજ્યપાલને આવેદન આપીને નવા મુખ્યમંત્રીની માસી કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, આગામી 24 કલાકમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે. ગુજરાતના નવા મુખ્યમંત્રી ને લઇ રાજકીય ગરમાવો સાથે અટકળોનો દોર શરૂ થઇ ગયો છે.

હાલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા, ગોરધન ઝડફિયા સહિતના નેતાઓ ના નામ લોકો પર જોરજોરથી અટકળો ચાલી રહી છે.

પાટીદાર આંદોલન થયું હતું તે પછી થોડા સમય પૂર્વે જ ખોડલધામ ખાતે પણ પાટીદાર પોતાના નેતાની આગામી સમયમાં પોતાનો નેતા હોવો જોઈએ તેવું જણાવ્યું હતું.

કોળી સમાજે પણ આગામી સમયમાં અમારા સમાજનો સીએમ હોવો જોઈએ. તેવું શક્તિ પ્રદર્શન કર્યું હતું હવે જોવાનું રહ્યું કે નવા મુખ્યમંત્રી માટે કમલમ કોને આદેશ આપશે.

સીએમ વિજય રૂપાણી હાલ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેથી રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે, હવે જોવાનું રહ્યું કે મુખ્યમંત્રી પદ ઉપર નવો ચહેરો કોણ બનશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *