હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત મોટી આગાહી / રાજ્યમાં આ તારીખે ફરી ચોમાસું થશે સક્રિય

રાજ્યમાં વરસાદને લઇને ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે કે, રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થાય તેવા એંધાણો જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ મધ્યમ વરસાદ પડી શકે છે.

એટલું જ નહીં આગાહી મુજબ રાજ્યમાં 17 ઓગસ્ટ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થશે, અને અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડશે. તેમજ હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં 12 થી 16 ઓગસ્ટ સુધીમાં અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળશે.

તેમજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડે તેવી આગાહી છે. મહત્વની વાત એ છે કે, રાજ્યમાં લાંબા સમય સુધી વરસાદે વિરામ લીધો છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થશે, તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત રાજ્યમાં વરસાદની વાત કરીએ તો હજી સુધી સીઝનનો કુલ 36.17 ટકા વરસાદ નોંધાયો છે. જે ગયા વર્ષ કરતાં ઘણો ઓછો છે. હાલ તો વરસાદ પાછો ખેંચાતા ખરીફ પાકને નુકસાન થવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે.

આ ઉપરાંત આગામી પાંચ દિવસમાં રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ નહિવત જોવા મળ્યો છે.

જેને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે, પરંતુ હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં ૧૭ ઓગસ્ટ પછી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થશે. આ વરસાદ ખેડૂતો માટે સારો રહેશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *