ફરી એકવાર નરેન્દ્ર મોદી આવશે ગુજરાતની મુલાકાતે, જાણો ખાસ કારણ.
પીએમ નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે કેવડીયા આવે તેવી શક્યતા સુત્રો અનુસાર જાણવા મળી રહી છે. 14 કરોડના ખર્ચે તૈયાર કરેલા ઘાટ પર નર્મદા મૈયાની મહાઆરતી કરશે. હરિદ્વાર અને વારાણસી ઘાટ પર રોજ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે કેવી આવે તેવી શક્યતા છે.
પીએમ મોદીના જન્મદિવસે કેવડિયા નર્મદા મૈયાની મહાઆરતી થશે, તેવી શક્યતા દેખાઈ રહી છે. કેવડીયા નજીક ગોધરા ગામના નર્મદા કિનારે 14 કરોડના ખર્ચે નર્મદા ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ નર્મદા ઘાટ પર પીએમ નરેન્દ્ર મોદી દ્વારા નર્મદા નદી નો પ્રારંભ કરશે તેમ માનવામાં આવી રહ્યું છે. નર્મદા મૈયાની આરતી માટે તંત્ર સજ્જ થઈ રહ્યું છે. હરિદ્વાર અને વારાણસી જેવી આરતી નર્મદા ઘાટ પર રોજ કરવામાં આવશે. આરતી કેવી રીતે થાય છે, તે જોવા માટે કેવડીયા ના અધિકારીઓ વારાણસી જઇ આવ્યા હતા.
નર્મદા મૈયાની આરતી માટે તંત્ર હાલ એકદમ સતત થઈ રહ્યું છે. મોદી અવારનવાર કેવડીયા ની મુલાકાત લે છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે મોદી કેવડીયા નિયમિત મુલાકાત લેતા આવ્યા છે, અને વડાપ્રધાન બન્યા બાદ તેમના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કર્યું અને તેઓ અવાર-નવાર કેવડિયા ખાતે આવતા રહે છે.
31 ઓક્ટોબર 2018 માં સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ મોદી અનેક વખત કેવડીયા આવી ચૂક્યા છે. આ પહેલા જાન્યુઆરી 2021માં કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ને દેશના 6 રાજયો સાથે જોડતી આ ટ્રેનને પીએમ મોદીએ આજે લોકાર્પણ કરીને લીલીઝંડી આપીને રવાના કરી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!