સમાચાર

ભાજપનો વિરોધ કરતા આપના આ વ્યક્તિએ હવે કેસરીયો ધારણ કર્યો, ભાજપના આ નિર્ણયથી કાર્યકર્તાઓમાં..

વિધાનસભા ચૂંટણી માટે દરેક પાર્ટી પોતે પોતાના સોકઠા ગોઠવી રહી છે. કોઈ ભાજપમાંથી આપમાં તો કોઈ આપવાથી ભાજપનો ખેસ ધારણ કરી રહ્યું છે. પણ સમગ્ર ફેરબદલી માં બન્ની ગજેરા નામના સામાજિક કાર્યકર્તા ની ભાજપમાં એન્ટ્રી થી ભાજપમાં ભડકો થયો છે. સુરતમાં પાર્ટીના એક કાર્યક્રમ દરમિયાન પ્રદીપસિંહ વાઘેલા દ્વારા બંને ગજેરાને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

જે બાદ સોશિયલ મીડિયામાં બંને ગજેરાના ભાજપ પ્રવેશ નો ફોટો મુકવામાં આવતા ભાજપ કાર્યકરોએ સોશિયલ મીડિયા પર ભાજપના આ નિર્ણય સામે ગુસ્સો ઠાલવ્યો હતો.

અને કોમેન્ટમાં લખ્યું હતું કે ભાજપનું સડેચોક વિરોધ કરનાર આવારા તત્વો નો ભાજપમાં પ્રવેશ કેમ ?ભાજપનો ખેસ ધારણ કરવાથી બન્ને ગજેરા નો વિરોધ થઈ રહ્યો છે, તેનું એકમાત્ર કારણ છે.

ગજેરા નો ભૂતકાળ બની ગઈ છે. પહેલા સામાજિક વર્કર તરીકે કામ કરતા હતા, ત્યારે અવાર નવાર ભાજપના મોટા નેતાઓને ટાર્ગેટ કરી તેમના વિશે અભદ્ર ટીપ્પણી કરતા હોવાનું ભાજપ કાર્યકરો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે.

ત્યારે સોશિયલ મીડિયામાં ભાજપના કાર્યકરો ગજેરા નો વિરોધ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરી રહ્યા છે. કે ગુજરાતમાં જેની કોઈ વેલ્યુ નથી, તેને કેમ સન્માન આપી ભાજપમાં ભેળવ્યા.

અન્ય ભાજપના કાર્યકરે પોસ્ટમાં કોમેન્ટ કરી હતી કે જે રૂપાણી અને પાટિલ વિશે જેમતેમ બોલી શકતો હોય તેનું પાર્ટીમાં શું કામ છે?ત્યારે આગામી દિવસોમાં ગજેરા નો ભાજપ પ્રવેશ અને કાર્યકર્તાનું વિરોધનું કારણ બની શકે છે.

આમ તો પાર્ટી ના નિર્ણયને ભાજપ કાર્યકર્તા શિસ્તબદ્ધ રીતે પાલન કરતા જોવા મળે છે. પરંતુ બંને ગજેરાએ ભૂતકાળમાં થયેલા ભાજપ સામે વિરોધ ને કારણે સોશિયલ મીડિયામાં એના મજાક ઉડાવી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *