પરેશ ધાનાણીએ સરકારને આધુનિક તાલિબાન કહેતા, નીતિન પટેલે શું આપ્યો જવાબ, જાણો.
આજે અમદાવાદમાં આવે સરદારધામ નું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારે નીતિન પટેલ કાર્યક્રમ બાદ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પર નિશાન સાધતા કહ્યું કે, તાલિબાનોને ખાલી કોંગ્રેસ યાદ કરી શકે આજના દિવસે તાલિબાનને યાદ ન કરી શકાય. પરેશ ભાઈના નિવેદનને હું વખોડી કાઢું છું.
નોંધનીય છે કે, કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ગુજરાત સરકાર ની તુલના તાલિબાન સાથે કરી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, તાલિબાન ગુજરાત ની રાહ પર છે.
ગુજરાતના આધુનિક તાલિબાનોએ તો વર્ષ પહેલાં આંદોલન ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દીધો હતો. શું હવે ગુજરાતની રાહ ઉપર જ અફઘાની આગળ વધી રહ્યો છે ?
ધાનાણીના આ ટ્વીટ્સ સોશિયલ મીડિયામાં ભારે વિવાદ પણ થઈ રહ્યો છે. આ સિવાય આજે લોકાર્પણ કરાયું સરદારધામ વિશે જાણીએ કહ્યું હતું કે, સુંદર મજાની સંસ્થા ગુજરાત અને દેશને અર્પણ કરવામાં આવી છે.
સમાજના અઢાર વર્ણ અને તાંતણે જોડી કામ કરે તેવી અપેક્ષા સાથે સિંહનું કાળજુ રાખો, અને સાચું બોલવાની સંસ્થા વળગી રહે એ જરૂરી છે.
સરદારધામ સરદારના સિદ્ધાંતોને આગળ ધપાવે એવી આશા સરદાર ધામ વિશે નીતિન પટેલે કહ્યું હતું કે, સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર થતું દેખાયું છે.
સરદારધામ એ સમાજને સાથે મેળવ્યો છે. પાટીદાર સમાજ ક્યારેય સંકુચિત નથી થયો, અને અત્યાર સરદાર ધામ માં 1600 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, દરેક સમાજને તંદુરસ્ત હરીફાઈ શરૂ થઇ છે.
રાજ્યમાં પાટીદાર અનામતનો મુદ્દો પણ ચાલી રહ્યો છે, ત્યારે નીતિન પટેલે કહ્યું હતું કે, ભારત સરકારે પાર્લામેન્ટમાં કાયદો પસાર કર્યો છે કે, જેમાં રાજ્ય ઓબીસી જ્ઞાતિઓ નો સમાવેશ કરી શકશે. કોઈપણ જ્ઞાતિ જોડાવા પાત્ર થશે, ત્યારે સર્વે થશે અને તે મુજબ કાર્ય થશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!