ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણી રાજીનામું આપી દીધું છે. તેમને આ અંગે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી. ત્યારે હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે, તેને લઈને પણ ચર્ચા તેજ થઇ છે. હવે ભાજપ પણ મુખ્યમંત્રીનો પદભાર આપે છે, તેને પર સૌની નજર મંડાયેલી છે.
નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ વિજય રૂપાણીના રાજીનામા બાદ પોતાનું નિવેદન આપ્યું છે. પરેશ ધાનાણીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં મહામારીમાં નિષ્ફળતા મળતા વિજય રૂપાણી નો ભોગ લેવાયો.
ગુજરાતમાં હવે કોમવાદ અને ભાગલા બાદ થવાની આશંકા ગુજરાત સરકાર અને થાળીમાં વ્યસ્ત રહી હતી. નવા મુખ્યમંત્રી તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પરષોત્તમ રૂપાલા, પ્રદેશના મુખ્ય પાર્ટી અને ગોરધન ઝડફિયા નું નામ ચાલી રહ્યું છે.
આવતીકાલે ધારાસભ્યોની બેઠક મળશે બેઠકના ધારાસભ્ય દળના નેતા નક્કી કરવામાં આવશે. ત્યારે હવે આવતીકાલે નવા મુખ્યમંત્રીનું નામ જાહેર થશે.
નવા મુખ્યમંત્રી તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પ્રદેશ પ્રમુખ પાર્ટી અને ગોરધન ઝડફિયા નું નામ ચાલી રહ્યું છે.
વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, હવે મને જે જવાબદારી મળશે તે હું કરીશ. હું ગુજરાતની જનતાનો આભાર માનું છું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!