સમાચાર

ખોડલધામ અને ઉમિયાધામ ના પાટીદાર અગ્રણીઓએ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કર્યા બાદ, આપ્યું મોટું નિવેદન

ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદાર આગેવાનો સાથે મુલાકાત કરી હતી અને આ મુલાકાતને શુભેચ્છા મુલાકાત માનવામાં આવે છે. આ મુલાકાતમાં ઘણા અગત્યના મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ મુલાકાતમાં પાટીદાર સમાજના અગ્રણી નેતાઓ સાથે બેઠક કરવામાં આવી હતી.

સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે આવનારા દિવસોમાં એક કમિટીની બેઠક મળશે. આંદોલનના કેસ પાછા ખેંચવા અંગે અગત્યના મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ ઓબીસી કેટેગરીમાં સમાવવા અંગે કોઈ ચર્ચા કરવામાં આવી ન હતી.

આ મુલાકાત પછી ખોડલધામ ના નરેશ પટેલ મીડિયા સાથે વાતચીત કરી હતી. અને તેમને જણાવ્યું હતું કે શુભેચ્છા મુલાકાત અને માતાજીના દર્શન આવવા માટે આમંત્રણ આપ્યું છે.

આગામી દિવસોમાં એક કમિટી તમને મળશે. આંદોલનના કેસો પરત ખેંચવા નું મુખ્ય મુદ્દો છે.  અમારી બંને સંસ્થાઓ સાથે મળીને ચર્ચા કરશે.

ગઈકાલે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પાટીદાર સમાજની બંને સંસ્થાના આગેવાનો નરેશ પટેલ ઉમિયા ઊંઝાના મણિભાઈ, બાબુ જમના પટેલ ,સીદસર મંદિર ના જયરામ પટેલ, ઊંઝા મંદિર તરફથી દિલીપ નેતા, સોલા ઊમિયા કેમ્પસના વાસુદેવ પટેલ અને ખોડલધામના દિનેશ કુંભાણી મુલાકાત કરી હતી.

વિજય રૂપાણી અચાનક રાજીનામું આપતા ગુજરાતના નવા મુખ્યમંત્રીનો પદભાર પાટીદાર નેતા અને અમદાવાદના ઘાટલોડિયા ના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલને આપ્યો છે.

તે પહેલાં જ અલગ અલગ સમાજ દ્વારા પોતાના સમાજના મુખ્યમંત્રી બને તેવી માંગણી ઊઠી હતી. પાટીદાર સમાજ દ્વારા પણ તેમણે મુખ્યમંત્રી હોય તેવી માંગણી કરવામાં આવી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *