ભાજપ, કોંગ્રેસ અને આપના નેતા સહિત પાટીદાર નેતાઓ એ કહ્યું કે, પાટીદારોને OBC માં સમાવેશ કરવા જ જોઈએ.

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ, RSS નેતા રેશમા પટેલ, ભાજપ નેતા વરુણ પટેલ, AAP નેતા નિખિલ સવાણી, SPG પ્રમુખ લાલજી પટેલ, PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા સાથે વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું કે, તમામ પાટીદારોને ઓબીસીમાં સમાવેશ કરવો જોઈએ.હાર્દિક પટેલે ગોળગોળ જવાબ આપ્યા તો બીજા બધા નેતા હોય એ સીધું જ કહ્યું કે, પાટીદારોને ઓબીસીમાં સમાવેશ કરવો જોઈએ.

લોકસભા અને રાજ્યસભામાં ઓબીસી સંબંધિત સંશોધન બિલ પસાર થઈ ગયું છે. બંધારણમાં 127 માં સુધારા માટે રજૂ થયેલા બીલ માં રાજ્યો અને પોતાની રીતે ઓબીસી યાદી નક્કી કરવાની સત્તા પરત આપવાની જોગવાઈ છે. એ સાથે જ ગુજરાતમાં પાટીદારોને ઓબીસીમાં સમાવવા તેના પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પાટીદાર નેતાઓ હવે પાટીદારોને ઓબીસીમાં સમાવેશ કરવાની માંગ કરી રહ્યા છે.

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આ મામલે જણાવ્યું કે, અમે 2018માં અરજી કરી હતી અને પાટીદાર ને કયા કારણસર અનામત મળવી જોઈએ એનો પણ ઉલ્લેખ કર્યો હતો.એનસીપી નેતા રેસમાં પટેલે કહ્યું કે, હું વ્યક્તિગત રીતે ઈચ્છું છું કે પાટીદારોને અનામતનો લાભ મળવો જોઇએ. ત્યારે વધુ લાભ મળે તે માટે પાટીદારોને પણ ઓબીસી માં સમાવેશ કરવો જોઈએ.

ભાજપ નેતા વરૂણ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં પાટીદાર વર્ગનો સર્વે થવો જોઈએ અને તેને પણ ઓબીસીમાં સમાવવા માટે નો હક મળવો જોઈએ.પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા લાલજી પટેલે જણાવ્યું કે, અમારી પહેલેથી જ અનામત માટેની માગણી કરી હતી અને અનામત મળે તે માટેના પ્રયાસો કર્યા હતા.

અલ્પેશ કથિરિયાએ જણાવ્યું હતું કે મારી સાથે બધા જ લોકોએ અનામત માટે આંદોલન કર્યું હતું હું ઈચ્છું છું કે, પાટીદારોને ઓબીસીમાં સમાવેશ કરવો જોઈએ. માત્ર પાટીદાર જ નહિ એવા અન્ય સમાજ કે જેમને ઓબીસીમાં સમાવવાની જરૂર છે.

આમ આદમી પાર્ટીના નેતા નિખીલ સવાણીએ જણાવ્યું હતું કે, હું માનું છું કે, સર્વે કરવામાં આવે અને એમાં એવા તમામ સમાજને પણ આવકારી લેવામાં આવે છે. ખરેખર અનામત માટે હકદાર છે. હું ઇચ્છું છું કે, પાટીદારને પણ અનામતમાં સમાવેશ કરવામાં આવે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *