લીમડી ગામે પાટીદાર સમાજે શહીદ જવાન ની અંતિમ શાંતિ માટે પ્રાર્થના સભા યોજાઈ
લખતર તાલુકાના લાલપુર ગામના પાટીદાર સમાજના યુવાન અને ઇન્ડિયન નેવી માં ફરજ બજાવતા કુલદીપ પટેલ શહીદી વહોરી હતી. પટેલ સમાજના યુવાનોને શહીદ ના સમાચાર મળતાં આ આખું ગામ શોકમાં હતું. લીમડી સરદાર પટેલ ભવન માં પાટીદાર સમાજ દ્વારા કુલદીપ પટેલની અંતિમ શાંતિ માટે પ્રાર્થના સભા યોજવામાં આવી હતી.
શહીદોના પરિવારને આર્થિક મદદ માટે લીમડીના નીલકંઠ વિદ્યાલય પરિવાર અને સરદાર પટેલ ભવન ના પ્રમુખ લાલભાઈ પટેલ દ્વારા શહીદોના પરિવારને આર્થિક મદદ કરવામાં આવી હતી. આર્થિક મદદમાં 1,51,000 રૂપિયા ની જાહેરાત કરવામાં આવી હતી.
લીમડી સરદાર પટેલ સમાજ પ્રમુખ લાલભાઈ પટેલ સહિતના પરિવારને આર્થિક મદદ માટે લીમડી માં વિરાંજલી થકી શહીદ ફંડ ઉઘરાવ્યો હતો.
સરદાર પટેલ ભવન ના ઉપ પ્રમુખ ગણપતભાઇ દ્વારા શહીદવીર કુલદીપ પટેલ ના પરિવારને આર્થિક મદદ માટે સમાજને હાકલ કરવામાં આવી હતી.
કુલદીપ પટેલ ની અંતિમ શાંતિ માટે પ્રાર્થના સભામાં સરદાર પટેલ ભવન ના ઉપ પ્રમુખ ગણપતભાઇ પટેલ સમૂહલગ્ન સમિતિના પ્રમુખ ઠાકરશીભાઈ પટેલ, રઘુભાઈ સહિતના મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!