Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ચૂંટણી પહેલા પાટીદાર સમાજ એક્શનમાં / PAAS અને SPG સાથે મળીને કરશે આ મોટું કામ, સરકારની ચિંતામાં વધારો - GUJJUFAN

ચૂંટણી પહેલા પાટીદાર સમાજ એક્શનમાં / PAAS અને SPG સાથે મળીને કરશે આ મોટું કામ, સરકારની ચિંતામાં વધારો

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે. ત્યારે વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર યુવાનો એક્શનમાં આવી ગયા છે. કારણ કે પાટીદાર અનામત આંદોલનને સમિતિ દ્વારા બેઠક ગોઠવવામાં આવી છે. આ બેઠકમાં પાસ અને એસપીજી એક છત્ત હેઠળ આવી ગયા છે. જેને આંદોલનને હવે નવો વેગ મળે તેવી શક્યતા વર્તાઇ રહી છે.

ખોડલધામના આગેવાનોને પણ આમંત્રણ અપાયું છે. તમને જણાવી દઈએ કે અલ્પેશ કથીરિયા લાલજી પટેલ પણ આ બેઠકમાં સામેલ થવાના છે.

આ બેઠકમાં પાટીદાર યુવાનો પર થયેલા કેસ અને અનામત અંગે ચર્ચા થશે સાથે જ વિધાનસભા ચૂંટણીને લઈને પણ ચર્ચા કરવામાં આવશે આ બેઠકમાં ઊંઝા અને ખોડલધામના આગેવાનને પત્ર લખીને આમંત્રણ આપવામાં આવ્યું છે.

બીજી તરફ આજે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના વડાઓને મળવાના છે. સાંજના છ વાગ્યે તેઓ ગાંધીનગરમાં પાટીદાર સમાજના નેતાઓ સાથે મુલાકાત કરવાના છે.

આ મુલાકાત ભાજપ તેમના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે ઘણી ખાસ રહેશે. કારણકે આવનારી વિધાનસભાની ચૂંટણી પર જોવા મળશે ભુપેન્દ્ર પટેલ 2022 ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજને ફરી એકવાર એક મંચ પર ભેગો કર્યો છે.

આ મુલાકાતમાં પાટીદાર સમાજના ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓના વડાઓ સાથે મુખ્યમંત્રી મુલાકાત લેશે. જેમાં ખોડલ ધામ તેમજ ઉમિયા ધામ ટ્રસ્ટ ના આગેવાનો સાથે મુલાકાત કરશે.

સમગ્ર મુદ્દે પાટીદાર સમાજમાં અત્યાર સુધી મળેલી બેઠક ને ધ્યાનમાં લઇ ખાસ વાતચીત કરવામાં આવશે. સાથે સમાજના હિતને લઈને પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *