Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
પાટીલ ના ગઢમાં પાટીદાર દિગ્ગજ નેતા સામેલ, આપના મહેશ સવાણીના સામે ઉતાર્યા, જાણો પાટીલનો એક્શન પ્લાન - GUJJUFAN

પાટીલ ના ગઢમાં પાટીદાર દિગ્ગજ નેતા સામેલ, આપના મહેશ સવાણીના સામે ઉતાર્યા, જાણો પાટીલનો એક્શન પ્લાન

સુરતમાં વિધિવત રીતે પાટીદાર નેતા ધીરુ ગજેરા ભાજપનો ખેસ ધારણ કર્યો છે. સી આર પાટીલ ના હસ્તે ધીરુ ગજેરાની ફરી ભાજપમાં એન્ટ્રી થઈ છે મહેશ સવાણી ની સામે ભાજપ પણ દિગ્ગજ પાટીદાર ચહેરાને સુરતમાં ઉતારશે.

સુરતમાં પાટીદાર ફેક્ટરને ધ્યાનમાં રાખી ભાજપ પણ પોતાના પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાને લઈ આવ્યા છે.મહેશ સવાણી ની આમ આદમી પાર્ટીમાં એન્ટ્રી બાદ ભાજપે પણ એક પાટીદાર ચહેરાની જરૂર હતી ત્યારે હવે આજે સુરત ખાતે વિધિવત રીતે પ્રદેશ પ્રમુખ ધીરુભાઇ ગજેરા એ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

અગાઉ ધીરુભાઈ ગજેરાએ કહ્યું હતું કે કોંગ્રેસમાંથી હું ૩ વિધાનસભા અને ૧ લોકસભા ની ચૂંટણી હાર્યો છું.

ધીરુભાઈ ગજેરા મૂળ હીરા વ્યવસાય સાથે સંકળાયેલા છે. ધીરુભાઈ ગજેરા ને ભાજપ એ સૌપ્રથમ 1995માં સુરત ઉત્તર ની બેઠક પરથી ચૂંટણી લડાવ્યા હતા. પહેલી ચૂંટણીમાં જ ધીરુભાઈને સુરત શહેરની બેઠક પર જીત મળી હતી. એ પછી ૧૯૯૮ અને 2002માં પણ સુરત ઉત્તર બેઠકથી ધીરુભાઈ વિધાનસભામાં પહોંચ્યા હતા.

2002 પછી નરેન્દ્ર મોદી અને કેશુભાઈ વચ્ચેના ગજગ્રાહમાં ધીરુભાઈને પાર્ટી સાથે અણબનાવ થયો. 2007 આવતા ધીરુભાઈ કોંગ્રેસના જોડાઈ ગયા હતા. 2009માં સુરત લોકસભામાંથી પણ કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડ્યા, પરંતુ તે ત્યારે હાર્યા હતા.

2012 અને 2017 માં પણ ધીરુભાઈ વરાછા બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડયા હતા ત્યારે તેમની હાર થઇ હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *