પાટીદારોને OBCમાં ન સમાવી શકાય ( નો એન્ટ્રી ), ભાજપના કેન્દ્રીય મંત્રીએ પાટીદારો માટે અલગ…
કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડીયાના પ્રમુખ રામદાસ અઠાવલે હાલ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેમણે 2024 માં યોજાનાર લોકસભાની ચૂંટણીને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે રામદાસ અઠાવલે કહ્યું કે, 2024 માં ભાજપ 350 થી 400 બેઠક યોજી છે. અને મોદી સરકાર ના નેતૃત્વમાં ભાજપ સરકાર બનશે.
એટલે એ ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓમાં અને આગામી સમયમાં રાજ્યમાં યોજના ચૂંટણીઓ તેમજ પાર્ટી ભાજપને જ સમર્થન કરશે તેવું કહ્યું છે.
સાથે તેમને મોદી સરકારના સાત વર્ષના શાસનના વખાણ કર્યા હતા, અને મોદી સરકારને વેક્સિનેશન કામગીરીની પણ વખાણ કરી હતી. કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે એ પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવવા ને લઈને પણ મહત્વનું નિવેદન આપ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, પાટીદારોની ઓબીસીમાં સામેલ ન કરી શકાય તેમને અલગ કવોટો બનાવીને અનામત આપી શકાય તેવું કહ્યું હતું. જેને લઇને રાજકારણ માં ગરમાવો આવી ગયો હતો.
જ્યારે રામદાસ અઠાવલે દલિત મુદ્દે પણ નિવેદન આપતા કહ્યું હતું કે, કેટલાક લોકો દલિત સારા કપડાં પહેરે કે ઘોડા પર બેસે તો સારું લાગતું નથી.
મહત્વનું છે કે, અમદાવાદમાં ગુજરાત પ્રદેશ RIP પ્રમુખના પિતાના બેસણામાં હાજરી આપવા માટે આવ્યા છે. ત્યારે તેઓ RIPના કાર્યકરો સાથે પણ બેઠક યોજી તેમની સાથે ચર્ચા પણ કરાશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!