તહેવાર નજીક આવતા પહેલા ફરી એકવાર સીંગતેલ અને કપાસિયાતેલમાં થયો વધારો.
મહામારીમાં જીવન જરૂરિયાત તમામ ચીજો મોંઘી થઈ છે, જેમાં ખાદ્યતેલના ભાવ માં પણ વધારો જોવા મળી રહ્યો છે. ખાદ્ય તેલોના ભાવ બમણા થતાં મર્યાદિત આવક વચ્ચે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે.
તહેવારો પહેલા જ ફરી ખાદ્યતેલના ભાવ વધતા લોકોને મુશ્કેલી પડી રહી છે. અત્યાર સુધી સસ્તું ગણાતું કપાસિયા તેલ પણ હવે સીંગતેલની સમક્ષ આવી ગયું છે. સિંગ તેલ મોંઘું પડવાથી વિકલ્પમાં અનેક ઘરોમાં વપરાતા કપાસિયા તેલનો ભાવ રાજકોટમાં આજે વધુ રૂપિયા 20 ના વધારા સાથે 15 કિલો ડબ્બાનો ભાવ રૂપિયા 2400 પહોંચ્યો છે.
જ્યારે સિંગતેલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે તેમાં આજે રૂપિયા ૨૦ વધીને ૧૫ કિલો ડબા ના રૂપિયા 2425 થતા કપાસિયા અનેસીંગતેલ વચ્ચે ભાવ નો ફરક માત્ર 65 રૂપિયા નો રહ્યો છે.
વેપારીઓએ અને ઓઇલ મિલરો કપાસિયા તેલમાં તેજી માટે માલની અછત નું કારણ આપ્યું છે. દેશમાં ૧૩.૫૦ લાખ ટનથી વધુ કપાસિયા તેલ ખવાય છે.
માત્ર સીંગતેલ કપાસિયાતેલ જ નહીં પણ તમામ ખાદ્ય તેલો જેવા કે સોયા તેલ, પામોલીન તેલ, સરસિયું, સનફ્લાવર તેલના ભાવ પણ આસમાને પહોંચ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!