સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ધરખમ ઘટાડો ! જાણો 1 લીટર તેલનો નવો ભાવ
દિવસેને દિવસે વધતી જતી મોંઘવારી વચ્ચે સામાન્ય જનતા માટે રાહત નાં સમાચાર સામે આવી રહ્યા છે. ખાદ્યતેલના ભાવમાં ઘટાડાને લઈને કેન્દ્ર સરકાર વધુ એક મોટો નિર્ણય લેશે તેવું સુત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે. પેટ્રોલ-ડીઝલ, સિમેન્ટ અને સ્ટીલના ભાવમાં ઘટાડા બાદ હવે સરકારે ખાદ્ય તેલની કિંમત ના ભાવ ને કાબુમાં લેવા માટે અને પગલા હાથ ધરશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
દેશમાં મોટા ભાગે ખાદ્યતેલ સસ્તા થઇ રહ્યા છે, ત્યારે હવે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર સરકારે બે મહત્વના તેલ સોયાબીન અને સન ફ્લાવર તેલ પરની કસ્ટમ ડયુટી ઘટાડવા ને લઈને લીધા છે.
સરકારના નિર્ણયને કારણે વિદેશમાંથી આવતા સોયાબીન અને સન ફ્લાવર પર કોઈ ટેક્સ નહીં લાગે. આને કારણે ઘરેલું તેલમાં સસ્તા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઈન્દોરમાં સોયાબીનના 500 રૂપિયા ભાવ ઘટીને 16000 રૂપિયા થઈ ગયો છે, આ ભાવ પ્રતિ ક્વિન્ટલ છે.
આગામી દિવસોમાં સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થશે. ભારતમાં ખાદ્યતેલની 60 ટકાથી વધુ આયાત કરે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે નિકાસ પર પ્રતિબંધ લાગ્યો હતો.
જેને કારણે વૈશ્વિક બજારમાં ખાદ્ય તેલના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. જોકે સરકાર ભાવ ઘટાડા ને લઈને ગત વર્ષે પણ અનેક મહત્વના નિર્ણયો લીધા હતા.
મગફળીના દાણા રૂપિયા 125 સીંગતેલ, ગુજરાતમાં 200 રૂપિયા ઘટીને અનુક્રમે 6710 થી લઈને 6845 છે અને રૂપિયા 15,650 પ્રતિ ક્વિન્ટલના ભાવ રહ્યા છે. સોયાબીનનો દિલ્હીનો જથ્થાબંધ ભાવ 400 રૂપિયા ઘટીને 16650 રૂપિયા થયો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!