Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
મગફળીના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો, આ વર્ષે પહેલીવાર ભાવ એટલો બોલાયો કે આજે માર્કેટયાર્ડની બહાર ખેડૂતોની લાંબી લાઈન - GUJJUFAN

મગફળીના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો, આ વર્ષે પહેલીવાર ભાવ એટલો બોલાયો કે આજે માર્કેટયાર્ડની બહાર ખેડૂતોની લાંબી લાઈન

સિંગતેલના ભાવમાં વધઘટના પગલે મગફળીની બજાર માં પણ અફરાતફરી જોવા મળી છે. મગફળીના ભાવમાં ગુરુવારે સરેરાશ 20 થી 30 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. વર્તમાન સમયમાં બજારમાં મોટી વધઘટ ચાલુ છે તેવી ધારણા છે. આગામી દિવસોમાં સીંગતેલમાં બજાર ઉપર જ મગફળી નો મોટો આધાર રહેલો છે.

ગોંડલના માર્કેટ યાર્ડમાં પેન્ટિંગ માલમાંથી 30 હજાર ગુણીના વેપાર થયા હતા. ભાવ 1110 થી લઈને 1325 હતા જ્યારે 39 નંબર માં ભાવ 1000 થી લઇને 1200 હતા.

અને 37 નંબર ના ભાવ રૂપિયા 1000 લઇને 1200 તેમજ 24 નંબર ના ભાવમાં 1000 થી લઇને 1200 રૂપિયા ભાવ રહ્યા હતા.

રાજકોટમાં મગફળીની પંદર હજાર ગુણીની આવક થઈ હતી, અને દસ હજાર ગુણીના વેપાર થયા હતા. હજુ સુધી 10 હજાર ગુણી પેન્ડિંગ પડી છે. ભાવ 24 નંબર રોહિણી માં 1050 થી લઈને 1170 રૂપિયા બોલાય છે.

જ્યારે બીટી 32 માં ભાવ 1140 થી લઈને 1240 રૂપિયા બોલાય રહ્યા છે. આગામી દિવસોમાં સીંગદાણાના બજારમાં સરેરાશ બજાર નો ભાવ હાલ પૂરતો મજબૂત દેખાઈ રહ્યો છે.

સિંગદાણામાં વેચાવલી અને લેવાલી બંને અત્યાર ઓછું છે, ઊંચા ભાવમાં કોઇ ખાસ લેતું નથી. રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળી ના ભાવ 1018 થી લઈને 1309 રૂપિયા સુધી બોલાયા હતા.

સાવરકુંડલા માર્કેટ યાર્ડના મગફળીના ભાવ 1170 થી લઈને 1275 રૂપિયા બોલાયા હતા. પોરબંદરના માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ 2020 થી લઈને 1245 રૂપિયા બોલાયા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *