Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
મગફળીના ભાવમાં ધરખમ વધારો, આ માર્કેટયાર્ડમાં રેકોર્ડ બ્રેક સપાટીને પાર ભાવ 6105.. - GUJJUFAN

મગફળીના ભાવમાં ધરખમ વધારો, આ માર્કેટયાર્ડમાં રેકોર્ડ બ્રેક સપાટીને પાર ભાવ 6105..

બનાસકાંઠા ની ડિઝાઇન APMC મગફળી ના ભાવ મહત્તમ સપાટી પર પહોંચી ગયા છે. મગફળી નો ભાવ 6105 રૂપિયાને પાર થઈ ગયો છે. મગફળી નો ભાવ માર્કેટયાર્ડમાં 3850 થી લઈને 6105 રૂપિયા સુધી પહોંચી ગયો છે. મગફળીના ભાવમાં દિવસેને દિવસે રેકોર્ડ બ્રેક વધારો થઈ રહ્યો છે જેને કારણે ખુશી ખેડૂતોમાં જોવા મળી રહી છે.

આ વર્ષે કમોસમી વરસાદને કારણે પાકોને ઘણું નુકસાન થઈ રહ્યું છે, જેના દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી થઇ રહી છે. આના કારણે ભાવ ઊંચી સપાટી સુધી પહોંચી ગયો છે.

વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન ની વાત કરીએ તો યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકા ચીન અને ભારતમાં થાય છે.

અને ભારતમાં ઉત્પાદનમાં અગ્રણી રાજ્ય ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તેલંગણા, બિહાર વગેરેનો સમાવેશ થાય છે.

આ વર્ષે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. બધા પાકોના ભાવ રેકોર્ડ સપાટી પર પહોંચી ગયા છે હજુ માર્કેટયાર્ડમાં દલાલો નું કહેવું છે કે, આ વખતે કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાનને લઈ સરકાર ટેકાના ભાવે ખરીદી કરી રહી છે.

જેને કારણે આગામી સમયમાં હજી ભાવ ઊચી સપાટીએ પહોંચી જશે. મગફળી નો ભાવ માર્કેટયાર્ડમાં 3850 થી લઈને 6105 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *