મગફળીના ભાવ પહોંચ્યા આસમાને, ભાવ જાણીને માર્કેટયાર્ડમાં ખેડૂતોની પડાપડી

આ વર્ષે મગફળીના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયા છે. મગફળીનું વાવેતર ખૂબ ઓછા પ્રમાણમાં થયું હોવાના કારણે મગફળીનો ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયો છે. દિવસે ને દિવસે મગફળીના ભાવમાં 15 થી 20 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જામનગરના માર્કેટયાર્ડમાં મગફળી ના ભાવ 900 રુપીયા થી લઈને 1170 રૂપિયા સુધી પહોંચી ગયા છે. ગોંડલ માર્કેટીંગ યાર્ડના મગફળીના ભાવ 830 રૂપિયાથી લઈને 1286 રૂપિયા સુધી બોલે રહ્યા છે.

ત્યારે જાડી મગફળીના ભાવ 815 રૂપિયાથી લઈને 1291 રૂપિયા સુધી પહોંચી ગયા છે. અમરેલીના માર્કેટ યાર્ડ માં ઝીણી મગફળીના ભાવ 1200 રૂપિયાથી લઈને 1262 રૂપિયા સુધી પહોંચી ગયા છે.

જ્યારે જાડી મગફળીના ભાવ 830 રૂપિયાથી લઈને 1280 રૂપિયા સુધી પહોંચી ગયા છે. જસદણ માર્કેટ યાર્ડ માં જાડી મગફળીના ભાવ 1,150 થી લઈને 1245 રૂપિયા સુધી પહોંચી ગયા છે.

જૂનાગઢના માર્કેટયાર્ડમાં ઝીણી મગફળીના ભાવ 1054 થી લઈને 1196 રૂપિયા બોલાય છે. ત્યારે જાડી મગફળીના ભાવ 860 રૂપિયાથી લઈને 1218 રૂપિયા બોલાઈ રહ્યા છે.

મોરબીના માર્કેટયાર્ડમાં ઝીણી મગફળીના ભાવ 1045 રૂપિયાથી લઈને 1173 રૂપિયા બોલાઈ રહ્યા છે. રાજકોટ ના માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ 1030 થી લઈને 1286 રૂપિયા લઇ રહ્યા છે.

જ્યારે ઝીણી મગફળીના ભાવ 1009 થી લઈને 1225 રૂપિયા બોલાઈ રહ્યા છે. મહુવા માર્કેટ યાર્ડ માં સારા એવા પ્રમાણમાં પહોંચી ગયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *