આ માર્કેટયાર્ડમાં મગફળીના ભાવમાં મોટો ઉછાળો, એક સાથે ભાવ પહોંચ્યા આટલા હજારને પાર

મગફળી સીંગદાણા બજારમાં ખાદ્ય તેલની પાછળ નરમાઈ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં બજારમાં વેચવાલી કેવી છે. તેનો ઉપર સમગ્ર બજાર નો આધાર નક્કી થાય છે. સિંગતેલના ભાવ ઘટ્યા હોવાથી પહેલાં મગફળીના ભાવ મળે દસથી પંદર રૂપિયા નો વધારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં ભાવ હજુ પણ થોડા વધઘટ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ગોંડલમાં 40 થી 45 હજાર ગુણીની આવક થઇ છે. અને 22 હજાર ગુણીના વેપારી થયા હતા ગોંડલમાં મગફળીના ભાવ 1100 થી લઈને 1325 રૂપિયા રહ્યા હતા. જ્યારે 39 નંબર ના ભાવ 1100 થી લઇને 1200 ના ભાવ રહ્યા હતા.

37 નંબર માં ભાવ એક હજારથી લઇને 1200 હતા. અને 24 ના ભાવ એક હજારથી લઇને 1225 રૂપિયા રહ્યા હતા. રાજકોટમાં મગફળીના 18 હજાર ગુણીની આવક થઈ હતી.

અને 10 હજાર ગુણીના વેપાર થયા હતા. ભાવ 24 નંબર લોહીમાં 1060 થી લઈને 1150 રૂપિયા હતા. જ્યારે 39 નંબર માં 1050 લઇને 1200 રૂપિયા હતા. 20 નંબર મગફળી ના ભાવ 1130 થી લઈને 1330 રૂપિયા બોલાયા હતા.

હિંમતનગરમાં 500 બોરીની આવક થઈ હતી અને ભાવ 1200 થી લઈને 1405 રૂપિયા હતા. ડીસમાં મગફળીની લાખ ગૂણીની આવક થઈ હતી. અને ભાવ 1070 થી લઈને 1345 ના હતા.

સીંગદાણાના ભાવ સ્થિર હતા પરંતુ તેના કારણે હવે બે દિવસ વેપાર બંધ થાય તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી છે. આજે લેન્ડિંગનો છેલ્લો દિવસ હતો મજૂરો હવે વતનમાં જતા રહ્યા હોવાથી નવા લોડિંગ સોમવારથી શરૂ થાય તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *