આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં આંતરરાષ્ટ્રીય બજારમાં 25 થી 30 ડોલર સસ્ત્તા થયા છે. ક્રૂડ ઓઇલ હાલમાં 91 ડોલર પ્રતિ બેરલની આસપાસ ચાલી રહ્યું છે. પરંતુ હજુ પણ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ રાહત નથી. છેલ્લી વખત 21 મેના રોજ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો.
આ પછી દેશભરમાં પેટ્રોલ 9.50 અને ડીઝલ ₹7 પ્રતિ લીટર સસ્તું થયું છે. ક્રૂડ ઓઇલ ની કિંમત પ્રતિ બેરલ ડોલર 80.85 સુધી જઈ શકે છે. તો પેટ્રોલ અને ડીઝલના ભાવ 11 થી 12 રૂપિયા થઈ શકે છે.
સૂત્રો અનુસાર ક્રૂડ ઓઇલના ભાવમાં પ્રતિ બેરલ એક ડોલરનો વધારો અથવા ઘટાડો થાય તો દેશની ઓલ કંપનીઓને પ્રતિ લિટર પર 45 પૈસાની અસર થાય છે. તે મુજબ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 11 થી 12 રૂપિયાનો ઘટાડો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ 96.72 અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈમાં પેટ્રોલ 11.35 અને ડીઝલ 97.28 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈમાં પેટ્રોલ 102.63 અને ડીઝલ 94.24 પ્રતિ લિટર છે. કોલકાતામાં પેટ્રોલ 106.3 રૂપિયા અને ડીઝલ 92.76 પ્રતિ લીટર છે. અમદાવાદમાં પેટ્રોલ 96.42 અને ડીઝલ 92.17 રૂપિયા પ્રતિ લીટર છે.
તમને જણાવી દઈએ કે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે. વિદેશી વિનિમય દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ બદલાય છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!