રાજ્યમાં આજે સામાન્ય વરસાદની આગાહી, સારા વરસાદને પગલે વાવેતર વધ્યુ.

રાજ્યમાં આજથી મેઘરાજાનું જોર ઘટશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, કે રાજ્યમાં છુટો છવાયો વરસાદ રહેશે હાલ કઈ પણ વરસાદની આગાહી નથી અત્યાર સુધીમાં રાજ્યમાં 242 મીમી વરસાદ વરસી ચૂક્યો છે હવે મેઘરાજા વિરામ લેશે.

તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

જ્યારે વાસ્તવમાં 27 જુલાઈ સુધીમાં રાજ્યમાં 336 મીમી વરસાદ વરસ્યો જોઈતો હતો, એટલે કે હજુ પણ 28% રાજ્યમાં વરસાદની ઘટ છે. વધુમાં કહ્યું કે બંગાળની ખાડી માં એક લો પ્રેશર બની રહ્યું છે, જેની વધુ અસર ગુજરાતમાં નહીં જોવા મળે.

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં સારો વરસાદ વરસતા કૃષિ વાવેતરમાં વધારો થયો છે. રાજ્યમાં કૃષિ વાવેતર ૭૫.૮૦ ટકા થઇ ગયું છે. રાજ્યમાં મગફળીનું સંપૂર્ણ 100 ટકા થી વધુ વાવેતર થયું છે, ત્યારે કપાસનું વાવેતર ૮૫ ટકા થયું છે.

રાજ્યમાં મગફળી 18.68 લાખ હેક્ટર વિસ્તારમાં 110 ટકા વાવેતર થયું છે. બાજરીનું 1.29 લાખ હેક્ટરમાં 75.54 ટકા વાવેતર થયું છે.તુવેરનું 1.75 લાખ હેક્ટરમાં 84 ટકા વાવેતર થયું છે. મગનું 53 હજાર એકર વિસ્તારમાં 63 ટકા વાવેતર થયું છે. કપાસનું 21.77 લાખ હેક્ટર વિસ્તારમાં 85 ટકા વાવેતર થયું છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં આજથી ક્યા વરસાદ જોવા નહીં મળે. અથવા નહિવત વરસશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *