PM મોદી, અમિત શાહ અને સોનિયા ગાંધીએ બંધબારણે કરી બેઠક જાણો.
રાજ્યસભાની કાર્યવાહી બુધવારે રાત્રે મોડે સુધી ચાલુ રહી હતી કારણકે, વિપક્ષી દળોએ વિવિધ મુદ્દા પર સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે ચેરમેન નાયડુએ એક દિવસ પહેલા ગૃહમાં કેટલાક સભ્યોના વર્તન પર ટિપ્પણી કરી રહ્યા હતા. ત્યારબાદ સ્પીકર ઓમ બિરલા બેઠક યોજી હતી.
સ્પીકર ઓમ બિરલા ની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કોંગ્રેસના વચગાળાના સોનિયા ગાંધી અને કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. ચોમાસુ સત્ર માટે લોકસભાની બેઠક બુધવારે અનિશ્ચિત સમયગાળા માટે સ્થગિત કરી દેવાઈ હતી.
પેગાસસ જાસૂસી મામલે ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદા પરત ખેંચવામાં સાથે અન્ય મુદ્દા પર વિપક્ષોના સૂત્રોચાર લીધે પુરા સત્ર દરમિયાન ગૃહમાં કામકાજ અવરોધયેલું રહ્યું. અને ફક્ત 22% જ કામકાજ થયું છે.
લોકસભાની કાર્યવાહી સ્થગિત થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ લોકસભા અધ્યક્ષ બેઠક યોજી હતી. સોનિયા ગાંધી અને કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી પણ તને મળવા માટે પહોંચ્યા હતા.આ ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસે, અકાલી દળ, બીજુ જનતા દળ સહિતના ઘણા વિપક્ષી નેતા પણ સ્પીકર બિરલા ને મળવા પહોંચ્યા હતા.
તેમને જણાવતા કહ્યું કે કામકાજ ના કુલ 96 કલાકમાંથી 74 કલાક કામ ન થયું, અને ફક્ત 22% જ કામ થયું. આ સત્રમાં બંધારણના 127 માં સંશોધન સાથે કુલ 20 ખરડા પસાર કરવામાં આવ્યા છે. સાથે 4 નવા સભ્યો શપથ લીધા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!