ખેડૂતોને લઇને PM મોદીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું કે મારું સપનું છે કે…

પીએમ નરેન્દ્ર મોદીએ ભારતવાસીઓને શુભકામનાઓ આપતા કહ્યું કે, ભારતને અને લોકતંત્રને પ્રેમ કરનારાઓ ને શુભકામનાઓ, સાથે જ તેમને લાલ કિલ્લા ખાતે ઉપસ્થિત રહેલા ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓનું તાળીઓના ગડગડાટથી સ્વાગત કર્યું હતું. તો તેની સાથે ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લઇ નિવેદન પણ આપ્યું હતું.

ખેડૂતોને લઇને પીએમ મોદીએ જણાવ્યું હતું કે 80 ટકા ખેડૂતો પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે. દોઢ લાખ કરોડ રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે. જેથી તેઓ સશક્ત બને. નાના ખેડૂતો પર પહેલા ધ્યાન અપાતું નહીં.

કૃષિ સેક્ટરની ચેલેન્જ પર ધ્યાન આપવાનું છે. પહેલા નાના ખેડૂતો પર ધ્યાન અપાતું નહોતું, ખેડૂતોની જમીન સતત નાની બની રહે છે. ખેડૂતોના પક્ષમાં સરકાર સકારાત્મક નિર્ણય લેવા જઈ રહી છે.

જમીનોના કાગળ પણ ઓંલાઇન અપલોડ થઈ રહ્યા છે. ખેડૂતોના ઉત્પાદનને વિદેશમાં મોકલવામાં આવી રહ્યા છે. ગામની જમીન વિવાદ નહી વિકાસનો આધાર બને તે જરૂરી છે, તો આ સાથે જ ‘નાના ખેડૂતો બંને દેશની શાન’ એ મારું સપનું તેવી વાત પણ કરી હતી.

દેશે 75 વર્ષમાં રેલવેમાં નવો વિકાસ થઈ રહ્યો છે. દેશ ગતિશીલ અને રોજગાર યુક્ત બની રહ્યો છે. રોજગાર ને નવો અવસર મળશે. પીએમ ગતિશક્તિ યોજના જલ્દી લોન્ચ થશે. આ સાથે જ ૧૪ ઓગસ્ટ અને વિભાજન વિકાસ સ્મૃતિ દિવસ તરીકે જાહેર કરાયો.

નેશનલ હાઈડ્રોજન મિશન પર પણ કામ થઇ રહ્યું છે, હવે ભારત ગ્લોબલ હબ બનશે. તેની નવી પ્રગતિ અને આત્મનિર્ભર થવાની દિશામાં કામ કરશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *