મહામારીની ત્રીજી લહેર ને લઈને PM મોદીએ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન, જાણો શું કહ્યું…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશમાં મહામારીની ત્રીજી લહેરને લઈને રસીકરણ અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી બેઠકમાં વડાપ્રધાને દેશભરમાં ઓક્સિજનનો પૂરવઠો ઝડપથી વધારવા સૂચના આપી હતી. ત્રીજી લહેરમાં બાળકો પર અસર થવાની સંભાવનાને ધ્યાનમાં રાખી મોદી સરકારે દેશભરની હોસ્પિટલમાં બાળકો માટે પૂરતા બેડ તૈયાર કરવા માટે રાખવાનો નિર્દેશ આપ્યો હતો.

તેમણે રાજ્યો અને હેલ્થ કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ફરીથી ડિઝાઇન કરવા કહ્યું.. તેમને રાજ્યોને દવાઓનો બફર સ્ટોક રાખવા પણ કહ્યું આ સાથે બ્લેકફગસ ની સારવાર માટેની દવા પણ તૈયાર કરવાનું જણાવ્યું હતું.

એમ્બ્યુલન્સ નેટવર્ક વિસ્તૃત કરવાની માહિતી પણ આપી હતી, જેથી દરેક બ્લોકમાં ઓછામાં ઓછા એક એમ્બ્યુલન્સ ઉપલબ્ધ હોય.

વડાપ્રધાને રસીકરણ ઝડપી કરવા હાકલ કરી હતી તેમણે એ હકીકતની પ્રશંસા કરી કે ભારતના પુખ્ત વસ્તીના 58 ટકા લોકોને રસોઈ નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

તે જ સમયે દેશના લગભગ 18 પુખ્ત વયના લોકોએ બીજો પણ ડોઝ મેળવ્યો છે.

પ્રધાનમંત્રી અગ્ર સચિવ કેબિનેટ સચિવ વૈજ્ઞાનિક સલાહકાર આરોગ્ય સચિવ નીતિ આયોગના સભ્યો અને ઘણા મહત્વપૂર્ણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *