Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
PM મોદી 26 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાન અંગે લેશે મોટો નિર્ણય, વિદેશ મંત્રી ની જાહેરાત. - GUJJUFAN

PM મોદી 26 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાન અંગે લેશે મોટો નિર્ણય, વિદેશ મંત્રી ની જાહેરાત.

કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે આ માહિતી આપતા જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી મોદીએ અફઘાનિસ્તાન મુદ્દે ચર્ચા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બેઠક 26 ઓગસ્ટ સવારના 11 વાગ્યે થશે. તેમને જણાવ્યું હતું કે, બેઠકમાં વિદેશ મંત્રાલયના વિપક્ષના તમામ સવાલોના જવાબ આપશે.

વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટ કરીને લખ્યું હતું કે, અફઘાન ઘટનાક્રમે જોતા પ્રધાનમંત્રી મોદીએ વિદેશ મંત્રાલયને રાજકીય પક્ષોના નેતાઓને માહિતી આપવાનો નિર્દેશ કર્યો છે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી આગળ ની જાણકારી આપશે.

જ્યારથી અફઘાનમાં તાલિબાની શાસન આવ્યું છે, ત્યારથી વિપક્ષ સતત સવાલ ઉઠાવી રહ્યું છે કે, ભારતે અફઘાન મોટા પ્રમાણમાં રોકાણ કરી રાખ્યું હોવાથી હવે ભારતની અફઘાન મુદ્દે આગળ કઇ રણનીતિ છે.

તેની જાણકારી દેશને મળવી જરૂરી છે, વિપક્ષના આ સવાલનો જવાબ આપવા માટે મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી. અફઘાનિસ્તાનમાંથી બચાવેલા 146 ભારતીય નાગરિકો સોમવારે કતારની રાજધાની થી ચાર અલગ-અલગ વિમાનોમાં ભારત પહોંચ્યા હતા.

આ નાગરિકોને અમેરિકા અને ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન વિમાન દ્વારા છેલ્લા કેટલાક દિવસમાં કાબુલ થી દોહા લઈ જવામાં આવ્યા હતા. ભારતે અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર કાઢવા માટે અમેરિકા, કતાર અને અન્ય ઘણા દેશો સાથે સંકલન કર્યું હતું.

અફઘાનિસ્તાનની રાજધાની માંથી તેના નાગરિકોને બહાર કાઢવાના પ્રયાસોના ભાગરૂપે ભારત તેની ચાર ફ્લાઈટ દ્વારા અત્યાર સુધીમાં બે અફઘાન ધારાસભ્યો સહિત 400 થી વધુ લોકોને પરત લાવ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *