ભારતીય હોકી ટીમે ટોક્યો ઓલમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું અને પુરુષ ટીમ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી. આ સાથે જ ભારતીય મહિલા હોકી ટીમે પણ શાનદાર પ્રદર્શન કર્યું અને બ્રોન્ઝ મેડલ મેચ રમવામાં સફળ રહી. ઓલમ્પિકમાં ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શન બાદ હવે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટો નિર્ણય લીધો છે.
પ્રધાનમંત્રીએ ખેલરત્ન એવોર્ડની જાહેરાત કરી છે જેને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. ટવીટ કરતી વખતે પણ પીએમ માહિતી દરેક સાથે શેર કરી છે.
પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું, ‘મેજર ધ્યાનચંદ’ ભારતના અગ્રણી ખેલાડીઓમાંથી એક હતા, જેમણે ભારતને સન્માન અને ગૌરવ અપાવ્યું હતું. લોકોની લાગણીઓને જોતા હવે તેનું નામ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવી રહ્યું છે.
જણાવી દઈએ કે અગાઉ ખેલ રત્ન એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ તરીકે જાણીતો હતો.મેજર ધ્યાનચંદ ભારતીય હોકીના ઈતિહાસમાં મહાન ખેલાડી તરીકે જાણીતા છે ધ્યાનચંદને પણ ભારત રત્નના ખિતાબ આપવો જોઈએ તેવી ચર્ચા લાંબા સમય સુધી થઈ હતી.
મેજર ધ્યાનચંદને ભારતીય હોકીના જાદુગર માનવામાં આવે છે.ભારતીય ખેલાડીઓનો ટોક્યો ઓલમ્પિકમાં દમખમ રીતે જોવા મળ્યા હતા. ભારતે ઓલમ્પિકમાં ત્યાં સુધી પાંચ મેડલ જીત્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!