સમાચાર

પાટીદાર સમાજની એકતાનું પ્રતિક સરદારધામ નું કાલે PM મોદી કરશે…

હાલમાં રાજ્યના પટેલ સમાજ માટે એક ગર્વની વાત સામે આવી છે. અમદાવાદમાં આવેલ SP રિંગ રોડ પર વૈષ્ણોદેવી સર્કલ નજીક વિશ્વ પાટીદાર સમાજ સરદાર ધામ નું અંદાજે 200 કરોડ રૂપિયા ખર્ચે કુલ 11670 સ્ક્વેર મીટરને પ્લોટમાં 7 લાખ સ્ક્વેર ફૂટના નિર્માણ પામ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા 11 સપ્ટેમ્બરના રોજ એટલે કે આવતીકાલે સરદારનું લોકાર્પણ કરવામાં આવશે.

અને ઉપરાંત પાસેની જમીનમાં 200 કરોડ રૂપિયાના ખર્ચે 2500 દીકરીઓ માટે કન્યા છાત્રાલય બનાવવામાં આવશે. જેનું પીએમ મોદી ભૂમિ પૂજન કરશે.

આ કાર્યક્રમમાં સી.એમ વિજય રુપાણી ડેપ્યુટી સીએમ નીતીનભાઇ પટેલ સહિતના મંત્રીઓ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તેમજ પરસોતમ રૂપાલા પણ ઉપસ્થિત રહેશે.

સરદારધામ ના ઉપપ્રમુખ ઝાલાવાડીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, સરદારધામ 5 લક્ષ્ય બિંદુઓ પર ચાલી રહ્યું છે. સરદારધામ 450 લોકોને ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ તેમજ એક હજાર લોકોની ક્ષમતા સાથે બે હોલ પણ છે.

સરદારધામ ભવનના બેસમેન્ટ 450 થીર વધારે કારનું પાર્કિંગ 50થી વધારે 30 રૂમો ધરાવતું ટ્રસ્ટી વિશ્રામ ગૃહ ની વ્યવસ્થા છે. સમાજ ઉત્થાનની અલગ-અલગ મહેસુલી માર્ગદર્શન કાનૂની માર્ગદર્શન સમાજ સુરક્ષા વગેરે પ્રવૃત્તિઓ માટે આનાથી વધારે કાર્યો પણ કાર્યરત રહેશે.

તેમજ આ સંકુલ પ્રવેશદ્વારમાં સરદાર સાહેબની 50 ફૂટ ઉંચી પ્રતિમા કુલ 350 કરોડ રૂપિયાના ખર્ચે સ્થાપિત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *