Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
PM મોદીનું કડક વલણ : સંસદમાં ગેરહાજર રહેનાર બીજેપી સાંસદોની મંગાવી યાદી - GUJJUFAN

PM મોદીનું કડક વલણ : સંસદમાં ગેરહાજર રહેનાર બીજેપી સાંસદોની મંગાવી યાદી

સંસદનું મોનસૂન સત્ર ચાલી રહ્યું છે, અને સોમવારે એક એવા અવસર આવ્યો જ્યારે વિપક્ષે એક બિલ સિલેક્ટ કમિટી પાસે મોકલવાની માંગણી કરી. વિપક્ષની આ માગણી પર વોટીંગ કરવામાં આવ્યું હતું. આ વોટિંગ દરમ્યાન બીજેપીના કેટલાક સાંસદ હાજર રહ્યા નહોતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવા સભ્યો નું લિસ્ટ મંગાવ્યું છે.

મંગળવારે સંસદની કાર્યવાહી ની શરૂઆત થતાં પહેલા ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠક થઈ. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત હતા.

સોમવારે રાજ્યસભામાં નાણા મંત્રી નિર્મલા સીતારમ ને અધિકરણ સુધારા બિલ 2021 રજૂ કર્યું હતું. વિપક્ષ આ બિલનો વિરોધ કરી રહ્યું હતું. આ બિલને લઇને સિલેક્ટ કમિટી પાસે મોકલવાની માંગણી કરી રહ્યું હતું.

વિપક્ષની માગણી પર રાજ્યસભામાં વોટિંગ કરવામાં આવ્યું. બિલ સિલેક્ટ કમિટી પાસે મોકલવાના પક્ષમાં 44 વોટ પડ્યા જ્યારે તેની વિરુદ્ધમાં 79 પડ્યા હતા. આ રીતે વિપક્ષની માંગણીઓ રદ થઇ ગઇ અને આ બીલ થોડા સમયમાં જ પાસ થઈ ગયું, પરંતુ આ વોટીંગ દરમિયાન બીજેપીના કેટલાક સંસદ ઉપસ્થિત રહ્યા ન હતા.

સંસદીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પોતપોતાના વિસ્તારમાં સ્પોર્ટ્સ અને પ્રોત્સાહન આપવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદીય દળની બેઠકમાં સન્માનમાં ઊભા રહીને અભિવાદન કરવા માટે પણ કહ્યું હતું.

સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, વડાપ્રધાન આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ પર પણ ચર્ચા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કોઈ ગરીબ પરિવાર આયુષ્યમાન ભારત ગોલ્ડન કાર્ડ ની દાયરા થી બહાર ન રહી જાય.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *