ગોપાલ ઇટાલીયા સામે નોંધાઈ પોલીસ ફરિયાદ ? અરવિંદ કેજરીવાલ માફી માગશે કે…
ભાવનગર : APP ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સામે પોલીસ ફરિયાદ નોંધાય છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ મથકમાં બ્રહ્મસેના દ્વારા ગુજરાત આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સામે બ્રહ્મસમાજ તથા હિંદુ ધર્મની લાગણી દુભાવવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બીજી તરફ બ્રહ્મસમાજે અરવિંદ કેજરીવાલ માફી માંગે પછી જ આંદોલન સમાપ્ત કરાશે એવું એલાન કર્યું છે.
ઈટાલીયા એ ભૂતકાળમાં કર્મકાંડની પ્રવૃત્તિઓ, કથાકારો અને સત્યનારાયણ ભગવાનની કથા અંગે કરેલા નિવેદનનો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ નું વિસ્તરણ થયું હતું.
ઈટાલીયા ના આ નિવેદનથી લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. આ નિવેદન દ્વારા બ્રહ્મ સમાજ અને હિન્દુ સમાજ નારાજ હોવાના નિવેદનો અપાયા હતા.
બ્રહ્મસમાજ દ્વારા ગોપાલ ઇટાલીયા ને આ નિવેદન માટે ૧૪ મી જુલાઇ સુધીમાં જગતગુરુ શંકરાચાર્યની માફી માંગવા માટે અલ્ટિમેટમ અપાયું હતું. જો ગોપાલ ઇટાલીયા માફી નહીં માંગે તો રાજ્યભરમાં 175 શહેરમાં તેમની વિરુદ્ધ આવેદનપત્ર અપાયા હતા. ઉમરાળામાં પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હતી.
આ મુદ્દે બ્રહ્મ સભાના પ્રમુખ ભાવેશ રાજ્યગુરુએ કહ્યું કે, ગોપાલ ઇટાલીયા નિયત સમયમાં દ્વારકા ગયા નહીં તે શંકરાચાર્યજી નું અપમાન છે, ઈટાલીયા ને દ્વારકા જતા કેજરીવાલ રોકી રહ્યા હોય તે સ્પષ્ટ જોઈ શકાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!