2022 વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું, આ નેતાઓ આવશે ગુજરાતની મુલાકાતે, ભાજપમાં હલ-ચલ…

RSS ના નેતા મોહન ભાગવત ગુજરાતની મુલાકાતે આવવાના છે. જેની સાથે દત્તાત્રેય હોસબોલે સહિતના નેતા ગુજરાત પ્રવાસે આવવાના છે. RSS વરિષ્ઠ નેતા નંદકુમાર 16 ઓગસ્ટે આવશે ગુજરાત. હોસબોલે 18-19 ઓગસ્ટમાં પોતાની ટીમ સાથે સંગઠનને મજબૂત કરવા ગુજરાત આવશે. આગામી મહિના માં RSS વડા મોહન ભાગવત પણ ગુજરાત આવશે મોહનભાગવત 28 સપ્ટેમ્બર ના રોજ અમદાવાદ આવશે.

અને 29 સપ્ટેમ્બર સુરત ના વિવિધ ક્ષેત્રે લોકો સાથે મુલાકાત કરશે. મોહન ભાગવત પ્રાંતની ટીમ સાથે પણ બેઠક કરશે અને ગુજરાત ભાજપના સિનિયર નેતા સાથે પણ બેઠક કરશે.

માર્ચ 2020 માં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને મણિપુરમાં તબક્કાવાર વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ યુપીમાં પણ નજર રાખી રહ્યો છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓ ભલે કોઈ કાર્યક્રમ ના નેજા હેઠળ આવતા હોય પરંતુ તાકતો ગુજરાતની રાજકીય પરિસ્થિતિનો પણ મેળવશે. રાજ્યમાં સંગઠન વધારે મજબૂત કરવા સાથે વિધાનસભા ચૂંટણીમાં સંઘ કાર્યકર્તાઓની રણનીતિ અને સકારાત્મક પરિસ્થિતિ સામે ના પરિબળો અંગે ચર્ચા વિચારણા કરશે, અને તે બાબતે માર્ગદર્શન પણ આપશે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમવારે આપેલા નિવેદનમાં એ વાતની અટકળો છેદ ઉડાડી દીધો હતો કે, ગુજરાતમાં આવેલી ચૂંટણી યોજાઈ શકે છે. જોકે સંઘના વરિષ્ઠ નેતાઓ આગામી માસ ના રોજ ગુજરાત આવાગમનની વાતથી ફરીથી ચૂંટણી અંગે અટકળો અને વેગ મળે તો નવાઈ નહીં રહે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *