ગુજરાતમાં રાજકારણ ગરમાયું, આ પાર્ટીની એન્ટ્રી થતાં ભાજપ અને AAP ની ચિંતા વધી.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ મમતા બેનરજી ની પાર્ટી ટીએમસી અને અન્ય રાજ્યમાં વિસ્તરણ કરવાની યોજના બનાવી રહી છે. અને ભાજપ વિરુદ્ધ વિપક્ષી દળોએ કરવાનું કામ કરી રહી છે, ત્યારે 21 જુલાઈ શહીદ દિવસ પછી હવે 16 ઓગસ્ટના રોજ “ખેલા હોબે દિવસ” સાથે પશ્ચિમ બંગાળ ભાજપ શાસિત રાજ્યો ગુજરાત, ઉત્તર પ્રદેશ, ત્રિપુરા, આસામ માં ઉજવણી કરવાની તૈયારી કરી રહી છે.

આ વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ નું સૂત્ર “ખેલા હોબે” દિવસ તરીકે ઉજવવામાં આવશે. તેમણે જણાવ્યું કે, હવે તે દેશના દરેક રાજ્ય અને દરેક બુથ પર હશે આ સૂત્ર હવે માત્ર બંગાળનું જ નહીં પરંતુ સમગ્ર દેશ નું સૂત્ર બની ગયું છે.

ઉત્તર પ્રદેશના મમતા બેનર્જી ની સુચના મુજબ ૧૬ ઓગસ્ટના રોજ ઉત્તર પ્રદેશમાં પણ છેલ્લા બે દિવસ ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ દિવસે લખનઉમાં ફૂટબોલ મેચનું આયોજન કરવામાં આવશે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, રમતો યુવાન માં ચેતના ફેલાવે છે.

યોગીજી ની સરકાર આ કાર્યક્રમ કરવા દે છે કે નહીં તે જોવાનું રહ્યું. આ કાર્યક્રમનું આયોજન મહામારીની ગાઇડલાઇન ને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.બીજી તરફ ઘેલા હોબડે માટે સ્મૃતિ ચિન્હો પર બનાવવામાં આવી રહ્યા છે.

આ દિવસે અન્ય રાજ્યો મા પણ મનાવવામાં આવશે.તો બીજી બાજુ ભાજપ ૧૬ ઓગસ્ટે ખેલા હો બે દિવસની ઉજવણી નો વિરોધ કરી રહી છે.

ભાજપના વરિષ્ઠ નેતા અને વિધાનસભાના વિપક્ષ નેતા શુભેન્દુ અધિકારી રાજ્યપાલ જગદિપને ધનખર ને મળ્યા હતા અને દિવસ બદલવાની માંગ કરી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *