નવજોતસિંહ સિદ્ધુએ પોતાનું રાજીનામું કાર્ય કરી અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાના રાજીનામું મોકલી આપ્યું છે. પંજાબ કોંગ્રેસમાં ફરી એક વખત મોટા વિવાદ સામે આવ્યો છે. પંજાબના રાજનીતિમાં કોંગ્રેસની મુશ્કેલીઓ વધી છે. એક મુશ્કેલી હલ થતાં બીજી મુશ્કેલી સામે આવી છે. નવજોતસિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપતાં દરેક ચોકી ઉઠયા છે.
મંગળવારે સોનિયા ગાંધીને મોકલેલું રાજીનામું નવજોત સિદ્ધુ એ લખ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિને વ્યક્તિત્વમાં નીચે પાડવાની શરૂઆત સમાધાનથી થાય છે.
હું પંજાબ નું ભવિષ્ય માટે કોઇ પણ પ્રકારના સમાધાન નહીં કરી શકો છો. આ માટે પંજાબ પ્રદેશ પ્રમુખ તાત્કાલિક રાજીનામું આપું છું. હજી થોડાક સમય પહેલા એટલે કે બે મહિના પહેલા જ નવજોત સિદ્ધુ અને તેનો પદભાર સંભાળ્યો હતો.
આપને જણાવી દઇએ કે, બે મહિના પહેલા એટલે કે 23 જુલાઇના રોજ પંજાબના કોંગ્રેસ અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. 2017માં સિધુ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા
પંજાબના રાજકારણમાં હવે ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આજે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ દિલ્હીમાં જઈ શકે છે.
જ્યાં તેઓ સાંજે કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે મુલાકાત કરી શકે છે. જેને કારણે એવી ચર્ચાએ જોર પકડયું છે કે, અમરિંદર સિંહ ભાજપમાં જોડાઈ શકે છે.
સાથે જ તેમણે એવું પણ કહ્યું હતું કે, પંજાબના 2022 ની ચૂંટણી કોંગ્રેસ જીતશે તો પણ તે નવજોત સિંહ સિદ્ધુ ને મુખ્યમંત્રી નહીં બનાવા દે અને તેની સામે મજબૂત દાવેદાર ઉતરશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!