આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાથે સાથે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દાવાઓ કરી રહી છે. અને દિલ્હીના કેજરીવાલની નજર પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી પર છે.
આમ આદમી પાર્ટીએ તડામાર તૈયારીઓ શરૂ કરતાં જોઈ વિપક્ષ પાર્ટીઓએ પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. અલગ અલગ જિલ્લા તાલુકા અને શહેરોના લોકો સાથે સામાજિક અગ્રણીઓ તથા અન્ય રાજકીય પક્ષોના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.
લોકો હવે ભાજપ સરકારથી કંટાળીને મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે, જેને કારણે આમ આદમી પાર્ટી દિવસેને દિવસે મજબૂત બની રહી છે.
આગામી સમયમાં કેટલાયે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય તેવું આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા જોઈને લાગી રહ્યું છે. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનો ગઢ જમવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, મહેશ સવાણી, ઈશુદાન ભાઈ ગઢવી, વિજય સુવાળા અને પ્રવિણ રામ ગુજરાતના અલગ-અલગ ગામડામાં જઈને લોકો સાથે જનવેદના કાર્યક્રમ કરી રહ્યા છે.
ત્યારબાદ હવે પંચમહાલ જિલ્લામાં શ્રી દિનેશભાઈ બારિયા આયોજનથી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી જયેશ ના નેતૃત્વમાં સ્ટેટ એક્ઝિક્યુટીવ કમિટી સોશિયલ મીડિયા મેમ્બર મુક્તિ જાદવ અને વિશાલ જાદવ NSUI પંચમહાલ જિલ્લાના પ્રમુખ કોંગ્રેસ છોડીને સો સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!