હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રાજકારણ ગરમાયું, ગુજરાતમાં કોઈ જાતિના નહીં…

હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રાજકારણ ગરમાયું, ગુજરાતમાં કોઈ જાતિના નહીં…ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અનેક લોકો પોતાના સમાજના મુખ્યમંત્રીઓની માંગ કરી રહ્યા છે. નરેશ પટેલ જણાવ્યું કે પટેલ સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ તેવું નિવેદન આપ્યું હતું. તો ઠાકોર સમાજ દ્વારા તેના સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ તેવું નિવેદન આપ્યું હતું.

આ મુદ્દે રાજ્યના રાજકારણમાં હલચલ થઇ છે. હવે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પણ એક મોટું નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સમાજના મુખ્યમંત્રીઓની માંગ કરી રહેલા નેતાઓને ટાર્ગેટ કર્યો છે.

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સમાજના આધારે મુખ્યમંત્રી પદની માંગ કરી રહેલા નેતાઓને ટાર્ગેટ કર્યા છે.

હાર્દિક પટેલે કહ્યું કે, જાતિના આધારે પ્રદેશનું નેતૃત્વ માગવાનું બંધ કરવામાં આવે હાર્દિક પટેલે કહ્યું કે, ગુજરાત આપણા સૌની ભૂમિ છે, અને કર્મભૂમિ છે.

પોતાના પોસ્ટમાં હાર્દિક પટેલે કહ્યું કે મારા જાતિના મુખ્યમંત્રી તારી જાતિના મુખ્યમંત્રી વાત કરી કર્મભૂમિ નું અપમાન કરવું જોઈએ નહીં. આ સાથે હાર્દિક પટેલે પોતાની જાતિના નેતાને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહેલા નેતા પર નિશાન સાધ્યુ છે.

હાર્દિક પટેલે પોતાની પોસ્ટમાં એમ પણ કહ્યું છે કે ગુજરાતને ગુજરાતના મુખ્યમંત્રી ની જરૂર છે. મુખ્યમંત્રી કોઈ સમાજના હોતા નથી, તે દરેક ગુજરાતીઓના હોય છે.

હાર્દિક પટેલે કહ્યું કે, તમામ સમાજ નું ભલું કરે એવા મુખ્યમંત્રી જરૂર છે. આ સાથે તેમને સંદેશ આપ્યો કે, ધર્મ અને જાતિ ની વાતો લોકોની વાત કરવી જોઈએ. હાર્દિક પટેલે કહ્યું કે, મુખ્યમંત્રી ગુજરાતના અન્ય દુઃખ સમાજનું કામ ન કરતો હોય તો મુખ્યમંત્રી કોઈ કામનું નથી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *