પ્રશાંત કિશોરે આગામી વિધાનસભા ની ચૂંટણી માટે શરૂ કર્યું આ કામ, ભાજપ અને આપની ચિંતામાં વધારો.
કિશોર હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે તૈયારી કરી રહ્યા છે. આ તો તેઓ અગાઉ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના ચૂંટણીની રણનીતિ બનાવતા હતા. એક તબક્કે તેમને રાજકીય માહોલ છોડવાની જાહેરાત કરી હતી, પરંતુ તેઓ ગુજરાતની ચૂંટણી માટે તૈયાર થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમણે ફેલોશિપ કાર્યક્રમ જાહેર કર્યો છે.
માત્ર ગુજરાત જ નહીં આગામી વર્ષે આવનારી રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસ પાર્ટીને મદદ કરશે. તેમને ચૂંટણીની રણનીતિ માટે પ્રદેશ કોંગ્રેસના ટોચના નેતાઓ ના સંપર્કો શરૂ કર્યો છે.
થોડા સમય પહેલાં પ્રશાંત કિશોર ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને કોંગ્રેસના ટોચના નેતા કનુભાઈ કલસરિયા ને મળ્યા હતા. દિલ્હીમાં થયેલી અનેક મુલાકાતમાં કહ્યું હતું કે, પ્રશાંત કિશોર એ ગુજરાતની રાજકીય સ્થિતિનો વેગ મેળવ્યો છે.
તેઓ અલગ-અલગ નેતાઓને મળી રહ્યા છે, તે જોતા એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસનાં હાઈ કમાન્ડે તેમજ ગુજરાતની જવાબદારી સોંપી છે.
થોડા વર્ષો અગાઉ નિરમા કંપની ના સિમેન્ટ પ્લાન્ટ સામે તેમણે શરૂ કરેલ મુહિમ અંગે પણ તેમને પ્રશાંત કિશોરની માહિતગાર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રદેશના નેતાઓએ વિધાનસભા 2022ની ચૂંટણી ની જવાબદારી પ્રશાંત કિશોરની આપવાની માંગણી કરી હતી. પ્રશાંત કિશોર ગયા જૂન મહિનામાં કોંગ્રેસના ટોચના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ મળી ચુક્યા છે. તેઓની મુલાકાત એક કલાક સુધી ચાલી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!