ગુજરાતના રાજકારણમાં મોટો ભૂકંપ આવવાની તૈયારીમાં / AAPના ચૂંટણી લડેલા હોદ્દેદારો કમલમ ખાતે…

આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દાવા કરી રહી છે, અને દિલ્હીમાં કેજરીવાલ નજર પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી પર છે.

અલગ અલગ જિલ્લા તાલુકા અને શહેરના લોકો સાથે સામાજિક અગ્રણીઓ તથા અન્ય રાજકીય પક્ષોના નેતાઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. લોકો હવે સરકારી કંટાળીને મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીને જોડાઈ રહ્યા છે.

દિવસે ને દિવસે આમ આદમી પાર્ટી મજબૂત બની રહી છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં હલચલ થઇ શકે તેમ છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જી શકે છે.

જોવા જઈએ તો ચાર વાગ્યે આમ આદમી પાર્ટીના અંદાજે 30 જેટલી ચૂંટણી લડેલા નેતાઓ ધારણ કરી શકે છે. સાથે સાથે 20 જેટલા હોદ્દેદારો અને 2 જેટલા પૂર્વ હોદ્દેદારો આજે 4 વાગ્યે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી શકે છે, અને ભાજપમાં જોડાશે.

સુરત જિલ્લાના આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ બટુક ડોડીયા ની આગેવાનીમાં આદમી પાર્ટીના નેતાઓ ભાજપમાં જોડાશે. આ પરથી એવું લાગી રહ્યું છે કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં મોટું ભંગાણ સર્જી શકે છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આગામી દિવસોમાં જિલ્લા આમ આદમી પાર્ટીની બંગાળના કાર્યક્રમ યોજે છે, સાથે સાથે જાણવા મળ્યું છે કે, સુરતના એક મોટા ઉદ્યોગપતિ આ ઓપરેશન પાર પાડયું હોવાના સમાચાર મળી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *