Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ભાજપમાં ભૂકંપ આવવાની તૈયારી / જગદીશ ઠાકોરે ભાજપ નેતા અલ્પેશ ઠાકોર ને કોંગ્રેસમાં જોડાવા માટે.. - GUJJUFAN

ભાજપમાં ભૂકંપ આવવાની તૈયારી / જગદીશ ઠાકોરે ભાજપ નેતા અલ્પેશ ઠાકોર ને કોંગ્રેસમાં જોડાવા માટે..

જગદીશ ઠાકોરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 2022માં કોંગ્રેસ સરકાર બનાવશે. ગુજરાતમાં ભાજપની છાપ ખરડાઈ ચૂકી છે. જગદીશ ઠાકોરે કહ્યું કે, 2022માં કોંગ્રેસ સરકાર બનાવશે. અમે આગામી ચૂંટણીને લઈને પ્લાનિંગ કર્યું છે. અમે બુથ લેવલ નું પણ પ્લાનિંગ કરી રહ્યા છીએ. ગુજરાતમાં 149 સીટો કોંગ્રેસને પણ જોઈએ છે.

બેરોજગારી તેમજ મોંઘવારી અને અનેક મુદ્દા પર ભાજપ સામે અવાજ ઉઠાવીશું. આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે આગામી 10 થી 15 દિવસમાં લોકોને કોંગ્રેસ નું કામ દેખાશે. કોંગ્રેસમાં કોઈ નારાજગી નથી.

રાહુલ ગાંધી સાથે મારી મુલાકાત અંગે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ કહ્યું જરૂર પડે ત્યારે ગુજરાત માટે હું હાજર છું. આગામી એક મહિનામાં ખબર પડશે કે કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાયા છે.

અલ્પેશ ઠાકોર માટે લાલજાજમ. જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ ને લઈને કહ્યું કે, તેઓ અમારા મુખ્ય ચહેરા છે. આ સાથે જ તેમને અલ્પેશ ઠાકોર ને કોંગ્રેસમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે.

અલ્પેશ ઠાકોર માટે કોંગ્રેસમાં આવકારવા તૈયાર છે. શંકરસિંહ વાઘેલા ની વાપસી મુદ્દે પણ તેમને નિવેદન આપ્યું હતું. જ્યારે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ માં પરત લાવવા હાઈ કમાન્ડ સાથે ચર્ચા કરીશું.

ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતમાં ભાજપની છાપ ખરડાઈ ચૂકી છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાં પરત લાવવા માટે પણ તેઓએ હાઈ કમાન્ડ સાથે વાતચીત કરવા બાબતે જણાવ્યું હતું કે, તેમણે વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસના સિનિયર નેતાઓની સાથે લઈને ચાલીશું.

અને 2022માં કોંગ્રેસની એક નવી સરકાર બનાવીશું ભાજપ સાથે આમ આદમી પાર્ટીની પણ ટક્કર આપવા અમે તૈયાર છીએ.

કોંગ્રેસની પરંપરાગત વોટબેંક ને ફરી પાર્ટીમાં પાછી લાવી શહેરી વિસ્તારમાં કોંગ્રેસની વોટબેંકની ઉભી કરવી અને કોંગ્રેસનું નવું માળખું ઊભું કરી કામ કરવા માટે પણ કોંગ્રેસ તૈયારી કરી રહ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *