રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે અનામત બિલને મંજૂરી આપતા કહ્યું કે, રાજ્યો..
રાજ્યો અને પોતાની અન્ય પછાત વર્ગોની યાદી તૈયાર કરવાની સત્તા 127 ના બંધારણીય સુધારા ખરડો રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સંસદના ચોમાસુ સત્રના અંતિમ તબક્કામાં જ આ કાયદા લોકસભા અને રાજ્યસભા ના સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી આપી દીધી છે.
હવે કેન્દ્ર સરકાર દ્વારા આ મુદ્દે અધિકારીક બહાર પાડવામાં આવશે, અને તે સમયથી આ કાયદાનું અમલીકરણ કરવામાં આવશે.
સૂત્રો અનુસાર આ કાયદા દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સામાજિક-શૈક્ષણિક રીતે પછાત લોકોની યાદીમાં સમાવેશ કરવાની સત્તા મળશે. ઉલ્લેખનીય છે કે, આ ખરડાને મંજૂરી થી રાજ્યમાં પાટીદારો, મરાઠી સહિતનાની સમુદાયોને ઓબીસી યાદીમાં સમાવવા મુક્ત બનશે.
આ બિલને મંજૂરી મળતા દેશની 671 જાતિને અનામતનો લાભ મળશે. થોડા સમય પહેલાં જ કેટલાક અનામતમાં કેટલીક જ્ઞાતિઓ નો સમાવેશ ઉપર સુપ્રીમ કોર્ટ દ્વારા મૂકવામાં આવેલા પ્રતિબંધની પણ હવે દૂર થશે, અને રાજ્ય સરકાર દ્વારા નવી યાદી ને આધારે વિદ્યાર્થીઓને ઓબીસીની કેટેગરીમાં સ્થાન આપી શકાશે.
આ કાયદામાં મહત્વની વાત એ પણ છે કે, આર્થિક અને સામાજિક રીતે પછાત ગણાતા લોકોને ઓબીસી કેટેગરી માં કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી રહી છે. તેમજ રાજ્યો દ્વારા પોતાની રીતે આ વર્ગોની યાદી તૈયાર કરી શકાય છે અને તેમને અનામત આપી શકાશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!