પાટીદારોને રીઝવવા રઘુ શર્મા 4 દિવસ સૌરાષ્ટ્રની મુલાકાત, પાટીદારોને પડખે કરવા આ દિગ્ગજ નેતા સાથે કરશે બેઠક

આવતીકાલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ મુલાકાત  કરશે નરેશ પટેલ સાથે મુલાકાત. પાટીદાર અનામત આંદોલનથી ઉભરી અને કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આખરે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે. પાર્ટી માં પ્રવેશ સાથે જ કાર્યકારી અધ્યક્ષ બનાવી કોંગ્રેસે હાર્દિક ને મોટું સ્થાન આપ્યું હતું. ત્યારે હાર્દિક પટેલે તેમના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે.

ત્યારે ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરી આવતીકાલથી શર્મા ચાર દિવસની ગુજરાતની મુલાકાત કરશે. આવતીકાલથી પ્રથમ દિવસ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા નરેશ પટેલ સાથે મુલાકાત કરશે.

હાર્દિક પટેલના જવાથી કોંગ્રેસને થનાર નુકસાન સરભર કરવા તેમજ નરેશ પટેલ કોંગ્રેસમાં લાવવા માટે બેઠક કરશે. હાર્દિક પટેલના રાજીનામાંથી પાટીદાર ફેક્ટર મા અસર થશે, તેવું કોંગ્રેસના નેતાઓનું માનવું છે.

હાર્દિક પટેલના રાજીનામા ને લઈને કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ આકરા પ્રહાર કરતા કહ્યું કે, હાર્દિક પટેલ પહેલાથી જ મન બનાવી લીધું હતું. નરેશ પટેલ સાથે વાત શરૂ થયા બાદ કી હાર્દિક પટેલ નારાજ જોવા મળી રહ્યા હતા.

હાર્દિક પટેલે નરેશ પટેલ સાથે બેઠક કરી તે અંગે મોટો ખુલાસો કરતા કહ્યું કે, નરેશ પટેલ કોંગ્રેસમાં આવશે તે નક્કી કરવા હાર્દિક પટેલ ખોડલધામ ગયા હતા. ખોડલધામ પછી ની મુલાકાત બાદ હાર્દિક પટેલે કોંગ્રેસ છોડવાનું નક્કી કર્યું હતું.

કે કોંગ્રેસ પર મૂકવાનું શરૂ કરી રાજીનામું આપી દીધું હતું. હાર્દિક પટેલ મુદ્દે વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, હાર્દિક પટેલના જવાથી પાટીદાર ફેક્ટરમાં અસર થશે.

હવે પાટીદાર ફેક્ટરીનું ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરીશું. હાર્દિક પટેલ અમારી સાથે પક્ષમાં હતા પણ મનની વાત કોઈ સાથે કરી નહીં અને રાજીનામું આપ્યું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *