ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં આ લીધો મોટો નિર્ણય, ભાજપના બે મંત્રીઓને સોંપ્યુ આ મોટું પદ
આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજાઇ હતી. જે બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠકમાં ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં ગુજરાત સરકાર દ્વારા બે મંત્રીઓ અને પ્રવક્તા બનાવવામાં આવ્યા છે. ગુજરાત ભાજપ દ્વારા ચૂંટણીને અનુલક્ષીને અત્યારથી પુરી જોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
જેમાં પાર્ટી દ્વારા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે જે મંત્રીઓને સરકારના પ્રવક્તા બનાવવામાં આવ્યા છે. તે બે મંત્રીઓ ના નામ રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વાઘાણી હોવાનું સામે આવી રહ્યું છે.
હાલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ છે પરંતુ તેની પહેલાં જીતુ વાઘાણી ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ હતા. અને ફરીથી તેમને ભાજપમાં મોટું સ્થાન આપવામાં આવ્યું છે.
ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા પુરેપુરી તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે હવે રાજેન્દ્ર ત્રિવેદી તેમજ જીતુ વાઘાણી અને સરકારના પ્રવક્તા બનાવવામાં આવ્યા છે.
જેથી આ બંને જણા હવે સરકારનો પક્ષ રજૂ કરશે ઉલ્લેખનીય છે કે, મીડિયા સમક્ષ ખાસ કરીને હવે રાજેન્દ્ર ત્રિવેદી તેમજ જીતુ વાઘાણી તરફ જ સરકારનો પક્ષ રજૂ કરવામાં આવશે.
આ મોટા નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યા છે. સાથે જ અન્ય મંત્રીઓ અને મીડિયા સમક્ષ નિવેદન ન આપવા માટે સરકાર તરફથી ખાસ ટકોર કરવામાં પણ આવી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!