આગામી વર્ષ 2022 ના દેશના અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. એવામાં ભાજપ અને કોંગ્રેસ બંને એક્શન મોડમાં આવી ગયું છે. ગુજરાતમાં ભાજપે તો પંજાબમાં કોંગ્રેસ ને મુખ્યમંત્રી અને ચૂંટણી પહેલા બદલી નાખ્યા છે. ત્યારે હવે રાહુલ ગાંધી પંજાબ બાદ મિશન ગુજરાત માં જોડાય તેવી શક્યતા છે.
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી થવાની છે. જ્યારે બીજી તરફ હજુ કોંગ્રેસમાં સંગઠન મજબૂત કરવા નો પડકાર છે. કોંગ્રેસમાં થોડા દિવસ પહેલાં સુધી પ્રદેશ અધ્યક્ષ અને વિધાનસભામાં વિપક્ષના નેતા નવા આવશે તેવી ચર્ચા થઈ રહી હતી.
પરંતુ હજી સુધી કોઈ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો નથી. આ સિવાય કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજીવ સાતવા નિદાન બાદ પ્રભારી પદ પણ હજુ સુધી કોઈ ની વરણી કરવામાં આવી નથી.
ત્યારે કોંગ્રેસના પેન્ડીગ કામ વચ્ચે રાહુલ ગાંધીને ઓક્ટોબર મહિનામાં ગુજરાતી આવવા માટે સમય માનવામાં આવ્યો છે. ઓક્ટોબર મહિનામાં ગુજરાતમાં યોજના સંયોજકો ને બેઠકમાં રાહુલ ગાંધી હાજર રહેશે.
તેવી શક્યતાઓ જણાઈ રહી છે. નોંધનીય છે કે, હાલમાં કોંગ્રેસમાં બધા જ અન્ય ડખા પણ ચાલી રહ્યા છે. જેમાંથી એક રાજ્ય પંજાબનો મિશન કોંગ્રેસે પાર પાડી દીધું છે.
હવે રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ આગામી સમયમાં કોઈ મોટા ફેરફાર થાય તેવી શક્યતા છે.
ત્યારે ગુજરાતના રાજકારણમાં પણ હલચલ થઇ છે. રાજ્યમાં ભાજપ દ્વારા નવા મુખ્યમંત્રીની વરણી બાદ કોંગ્રેસ ફરીથી એક્શન મોડમાં આવી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!