Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
રાહુલ ગાંધીનું મોટું નિવેદન / મોદી સરકારે GDP માંથી કમાયા 23 લાખ કરોડ, તો પૈસા ગયા કયા ? - GUJJUFAN

રાહુલ ગાંધીનું મોટું નિવેદન / મોદી સરકારે GDP માંથી કમાયા 23 લાખ કરોડ, તો પૈસા ગયા કયા ?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ના મોદી સરકાર પર આકરા પ્રહાર, ગેસ ડીઝલ અને પેટ્રોલ માંથી મોદી સરકારે 23 લાખ કરોડની કમાણી કરી, મોદી સરકાર ચાર પાંચ મિત્રોનું મોનેટાઇઝેશન કરી રહી છે.રાહુલ ગાંધીએ જણાવ્યું કે ગેસ ડીઝલ અને પેટ્રોલ માંથી મોદી સરકારે 23 લાખ કરોડ રૂપિયા કમાયા છે એ પૈસા ગયા ક્યાં ?

મોદી સરકારે જવાબ આપવો જોઈએ. સરકારની મોનેટાઈઝેશન યોજના પર સીધા પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આ યોજના દ્વારા પીએમ મોદી ચાર પાંચ મિત્રોનું મનેટાઈઝેશન કરી રહ્યા છે.

રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર સવાલ કર્યા કે એનડીએ સરકારે ગેસ ડીઝલ-પેટ્રોલ એટલે જીડીપી થી 23 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે, આ પૈસા ક્યાં ગયા તમારા ખિસ્સામાં પૈસા જઈ રહ્યા નથી ?

મોંઘવારીના મુદ્દા પર રાહુલ સરકારે ઘેરાબંધી કરી રાહુલે કહ્યું કે, 2014માં જ્યારે યુપીએ સરકાર ઓફિસ છોડી ત્યારે 410 રૂપિયા હતી, આજે સિલિન્ડરનો ભાવ 885 રૂપિયા છે. સિલિન્ડરના ભાવમાં 116 રૂપિયાનો વધારો થયો છે.રાહુલ ગાંધીએ જણાવ્યું કે પેટ્રોલની કિંમતમાં 2014 થી 42 ટકા અને ડીઝલની કિંમતમાં 55 ટકાનો વધારો થયો છે.

કોંગ્રેસ મુખ્યાલયમાં આયોજીત એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે હું મોંઘવારી પેટ્રોલ અને ડીઝલ તથા ગેસ અંગે દેશની જનતા સાથે વાત કરવા માંગુ છું. જીડીપી નો અર્થ શું થાય ?

જીડીપી નો અર્થ છે કે, ગેસ, ડીઝલ અને પેટ્રોલ રાહુલ ગાંધીએ કહ્યું કે, ઇંધણના ભાવ વધારો સામાન્ય લોકો પર સીધી અસર પડે છે. લોકોના ખિસ્સા પર ભાર પડે છે. ટ્રાન્સપોર્ટ વધવાથી મોંઘવારી વધે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *